________________
(૩૦) કારણ બિન કારજકી સિદ્ધિ,
" કેમ ભાઈ મુખ કહી નવ જાઈરી ચિદાનંદ એમ અકળ કળાકી,
ગતિ મતિ કેઉ વિરલે જન પાઈરી. ૪ અથર–આ જગતની માયા અને મનુષ્યની કાયા તે વાદળની છાયાની જેવી જૂઠી-અનિત્ય-ક્ષણિક છે. મારા સદગુરૂએ જ્ઞાનાંજનવડે માસ ને ( અંદરના ) ખેલીને એ પ્રકારે પ્રગટપણે મને સમજાવેલ છે. (તે સમજાવટથી જ હું તેને ક્ષણિક સમજી શકો છું.) ૧
હવે કહે છે કે –મૂળ વિના એક વિષવેલી પ્રગટીઉગી, તે પત્ર (પાંદડા ) રહિત છતાં ત્રણ ભુવનમાં વિસ્તાર પામી ગઈ, તેના પ મૃગલા છે કે , ચરે છે સ કે પણ તે મૃગલા મુખ વિનાના છે. આવું આશ્ચર્ય મેં આ જગતમાં આવીને જોયું છે. ૨
આ ગાથામાં કહેલી હકીકતનું રહસ્ય અધ્યાત્મદ્રષ્ટિએ વિચારતાં એમ સમજાય છે કે-વિષયતૃષ્ણારૂપ વિષવેલી મૂળ વિના આ જગતમાં ઉગી છે અને તેને પત્ર નહી છતાં તેણે ત્રણ ભુવનમાં રહેલા સર્વ અને પિતાને આધિન કરી લીધા છે, એટલે એ રીતે ત્રણ ભુવનમાં તે વિસ્તરી ગઈ છે. તેના પત્રે એટલે તેના વિકારેને મુગ્ધ જીવે રૂપ મૃગલા અનુભવ કરે છે, આસ્વાદ લે છે. તેને માટે કાંઈ મુખની જરૂર પડતી નથી એટલે તે મૃગલા મુખ વિનાના હોવાને વધે આવે તેમ નથી. આવું આશ્ચર્ય જ્ઞાનદ્રષ્ટિવડે જોતાં આ ચેતનને સમજાય છે.