________________
(૧૨)
આત્માના શુદ્ધ સ્ફટિક સમાન નિષ્કષાય–વીતરાગ સ્વભાવમાં રચમાત્ર વિભાવ–રાગદ્વેષાદિક પરિણતિ હાવી ઘટતીજ નથી. રાગદ્વેષાદિ વિભાવ પરિણતિને ભ્રમવશ સ્વભાવ પરિણિત માની લેવાથીજ આત્મા જન્મમરણજનિત અનંત દુઃખ-કલેશને સહેતા રહે છે. ૪
શુદ્ધ સ્માટિક રત્ન સમાન ઉજ્વળ અવિકારી આત્માની વીતરાગ દશાને પ્રગટ કરવાનું સાધ્યમાં રાખીને, સાધનરૂપ વીતરાગેાક્ત વ્યવહારનું જે યથાવિધિ પાલન કરે છે તે મહાનુભાવ ભવસાગરના પાર પામી શકે છે. કહ્યુ` છે કે નિશ્ચય દષ્ટિ હૃદય ધરીજી, પાળે જે વ્યવહાર; પુન્યવંત તે પામશેજી, ભત્રસમુદ્રના પાર, મનમેાહન જિન! ” સજ્ઞ વીતરાગાત વ્યવહાર(સાધન ધર્મ) ના જે લવલેશ આદર કરતા નથી તે સંસારમાં ભટકે છે, પરં'તુ આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરી લેવામાં તેને ખાસ હેતુ-કારણરૂપ સમજી, તેના યથાયેાન્ય આદર કરતા રહે છે, તે આજ્ઞાઆરાધક પુન્યશાળી આત્મા જલ્દી વીતરાગ દશાને પામી શકે છે. એથી ઉલટુ' જેએ આત્માની ઉચ્ચ દશાની માટી માટી વાતા કરીનેજ વિરમે છે તેવુ શુદ્ધ સ્વરૂપ પ્રગટાવવા ખાસ સાધનરૂપ શ્રીવીતરાગેાક્ત વ્યવહાર માગનું સેવન કરતા નથી, પણ તેના અનાદર કરે છે તે આપડા ઉભય બને છે. જેનાથી રાગ દ્વેષ અને મેહ વિલય થાય એવા શુદ્ધ જ્ઞાન અને કરણીરૂપ ભાવઅધ્યાત્મ કલ્યાણાર્થી જીવને આદરવા ચેોગ્ય છે. બાકીના બાહ્યાડંબરરૂપ અધ્યાત્માભાસ તે કેવળ અહિતરૂપ સમજી પરિહરવા ચેાગ્યજ છે. ૫