SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૩) પ્રકાશકીય શ્રી ચિદાનંદજી મ. કે જેમનું અપરનામ કપૂરચંદ્રજી મ. હતુ, તેમને રચેલા પરમાત્મભક્તિ વિષયક ૭૨ પદો તથા બાવન સવૈયાઓ, તેમજ પુદ્ગલગીતા અધ્યાત્મ છત્રીશી આદિનો સંગ્રહ વર્ષો પૂર્વે બે ભાગમાં શ્રી જૈનધર્મપ્રસારક સભા દ્વારા વિદ્ધદ્વર્ય શ્રી કુંવરજી આણંદજીએ પ્રકાશિત કરેલ આ પુસ્તકને વર્ષો થઈ ગયા હોઈ અતિજીણવિસ્થામાં પ્રાપ્ત થયેલ તથા અપ્રાપ્ય બનેલ. ગુજરાતી ગામઠી ભાષાના આ પદો અને પદ્યો ખૂબજ ભાવવાહી છે. તે આપણા સંઘને અત્યંત ઉપયોગી હોવાથી તેનું પુનઃ પ્રકાશન શ્રાદ્ધવર્ય રાયચંદ મગનલાલ શાહના આગ્રહથી તથા પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમવિજય હેમચંદ્ર સૂરિ મ.સા.ની પ્રેરણાથી અમો સહર્ષ કરી રહ્યા છીએ, શ્રી જિન શાસન આરાધના ટ્રસ્ટનું કાર્ય તો સાતે ક્ષેત્રોની ભકિતનું છેઆમ છતાં અમે સાતક્ષેત્રાન્તર્ગત સમ્યજ્ઞાન ક્ષેત્રને વધુ પ્રધાનતા આપી છે, અનેક સંઘો અને વ્યકિતઓનો અમને ખૂબ સહકાર મળ્યો છે તેથી ઉત્સાહીત થઈ નાશ થતા પ્રાચીન ગ્રંથોની રક્ષા કરવા અમે ભગીરથ પુરુષાર્થ આદર્યો છે. પ્રસ્તુત ગ્રંથ પણ અતિજીર્ણ હોઈ અને સંઘમાં અત્યંત ઉપયોગી હોઈ તેનો પણ જીર્ણોદ્ધાર કરવાનું અમારું કર્તવ્ય હતુ જ: શ્રાદ્ધવર્ય રાયચંદભાઈએ અમને આ કર્તવ્ય અંગે આંગળી ચિંધી તથા આ ગ્રંથના મુદ્રણનું પણ કાર્ય બધુ જ લગભગ તેઓએ જ સંભાળી લીધુ તેથી આ તકે તેમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. પ્રસ્તુત ગ્રંથ અંગે ગ્રંથકત અંગે વિસ્તૃત લખાણો પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમચન્દ્રસૂરિ મ.સા., કુંવરજી આણંદજી, પ્રોફેસર કુ. પ્રફુલ્લા રસીકલાલ વોરા બેનના, તથા રાયચંદભાઈના આમાં સાથે મુદ્રિત છે તેથી તે વિષયમાં અમારે વધારે લખવાનું રહેતું નથી, પૂર્વ પ્રકાશક શ્રી જૈન ધર્મ પ્રસારક સભા ભાવનગર તથા શ્રાદ્ધવર્ય કુંવરજીભાઈ પ્રત્યે અમે આ પ્રસંગે કૃતજ્ઞતાનો ભાવ પ્રદર્શિત કરીએ છીએ.
SR No.005739
Book TitlePadyavali
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay, Kunvarji Anandji
PublisherJinshasan Aradhana Trust
Publication Year1995
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy