________________
(૨૨)
જિનાગમો વગેરેના હજારો ગ્રંથો પ્રગટ કર્યા છે અને પ્રકાશિત કરાવ્યા છે. અને હાલ કરતાં રહ્યા છે. શ્રી રાયચંદભાઈના રસ. અને આગ્રહને માન આપી પૂજ્ય શ્રીએ આ પુસ્તક પ્રકાશન શ્રી જિન શાસન આરાધના ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત કરાવ્યું. ધન્ય છે, આવા મહાત્માને !
આ રીતે સર્વના પુરુષાર્થના પરિણામ સ્વરૂપે પ્રગટ થનાર “શ્રી ચિદાનંદજી કત બહોંતેરીઅને તેઓશ્રીનું જ સર્વસંગ્રહ વિભાગ-૨” પુસ્તક શ્રી જૈન શાસનના શ્રુતજ્ઞાનના ભંડારમાં બહુમૂલ્ય ગ્રંથ બની રહેશે. શ્રી પરમકૃપાળુ પરમાત્માની આ અધ્યાત્મ અને આત્મશોધક મહાપુરુષના પ્રબળ પુરુષાર્થ તરફ તો કૃપાદ્રષ્ટિ હતી જ પરંતુ આ પુસ્તકના વાચક અને અભ્યાસ પ્રત્યે પણ અમીદ્રષ્ટિ ધરાવશે અને પોતે સદ્ગુણગ્રાહી બની રહી સાર તત્ત્વને પામી શકશે.
આ પુસ્તકની પ્રસ્તાવનામાં અન્ય માહિતી આપવાને બદલે શ્રી ચિદાનંદજી મહારાજમાં રહેલી વિદ્વતાને, તેઓશ્રીના શ્રુતજ્ઞાનની સાધનાના ફલસ્વરૂપે પ્રગટ થયેલી આ રચનાઓના સાર તત્ત્વને અને મહાસાગરમાંથી એટલે કે શ્રુતસાગરમાંથી અલ્પમતિથી કિંચિત્ સમજણને આપ સૌ સમક્ષ મૂકવાનો પ્રયત્ન છે. શ્રી ચિદાનંદજીની સાધનાને ન્યાય તો ન આપી શકું, પરંતુ શ્રુતજ્ઞાનપ્રેમીઓના આગ્રહને નિમિત્ત બનાવી વિનમ્રભાવે આ પ્રસ્તાવનારૂપે મૂકવાનો પ્રયાસ કર્યો છે ત્યારે એટલું ઈચ્છું કે આ પ્રકાશનને ધર્મપ્રેમીઓ વધાવી લેશે અને ઈતિહાસના એક વધુ પ્રકરણમાં શ્રી ચિદાનંદજી મહારાજનું નામ સુવર્ણાક્ષરે અંકિત થશે.
કુ. પ્રફુલ્લા રસિકલાલ વોરા વ્યાખ્યાતા, શ્રી ગુલાબરાય હ સંઘવી શિક્ષણ મહાવિદ્યાલય, ભાવનગર, તેમજ ધાર્મિક શિક્ષણના વાહક, શ્રી રૂપાણી જૈન પાઠશાળા, ભાવનગર.