________________
(૨૧)
સૂચન કરે છે.
આમ પ્રસ્તુત પુસ્તકોમાં શ્રી ચિદાનંદજીએ રસપ્રદ શૈલીમાં જ્ઞાનનો ભંડાર આપણી સમક્ષ ખોલી નાખ્યો છે. જેમાં બહોતેરી'નાં સાર સહિતનું લખાણ વાચકો માટે સરળ બનાવાયું છે. છતાંય બાકીનું સાહિત્ય પણ અર્થબોધક હોવાથી રોચક બન્યું છે.
મ
શ્રી ચિદાનંદજી મહારાજના જીવનચરિત્રનો પરિચય, તેઓશ્રીના વિવિધ સ્થાન પરના પ્રસંગો અને પ્રસ્તુત ગ્રંથમાળા પ્રકાશિત કરવાના વિચાર અંગેની ભૂમિકા, આ પ્રકાશન કાર્યના પ્રેરણાદાતા, ઉત્પાદક, પોષક અને પરિણામપર્યંત પહોંચાડનાર વિષે શ્રી કુંવરજીભાઈ આણંદજીભાઈએ પોતાની પ્રસ્તાવનામાં વિગતથી ચર્ચા કરી છે. તેથી એ અંગે પુનરાવર્તન નહીં કરતા વધુ એક મહત્ત્વની બાબત તરફનો નિર્દેશ કરવાની રજા લઉં છું.
હાલમાં એટલે કે ૫૬ વર્ષથી મુંબઈમાં સ્થિર થયેલા શ્રી રાયચંદભાઈ મગનભાઈ શાહનું નામ ભાવનગરમાં જ નહીં - પણ મુંબઈને કર્મભૂમિ બનાવી તેથી મુંબઈમાં તો ખરું, પરંતુ જૈન શાસનના પાયાની જેઓને હંમેશા શુભકામના રહી છે તેઓમાં પ્રસિદ્ધ છે. હાલમાં ૮૮ વર્ષની વયે પણ એક યુવાનને શરમાવે એવા સાહસ અને સામર્થ્ય ધરાવતા શ્રી રાયચંદભાઈ નાનપણથી જ શાસન સેવા, પ્રભુભક્તિ અને સંઘના કાર્યો સાથે, જૈન શ્રાવકનાં કર્તવ્યો જેવા કે જીવદયા, સાધર્મિક ભક્તિ વગેરેમાં પૂર્ણતયા જોડાયેલા છે. શ્રી ગોડીજી જ્ઞાન ભંડાર, શ્રી જૈન ધાર્મિક શિક્ષણ સંઘ,, શ્રી વર્ધમાન સાધર્મિક સેવા ટ્રસ્ટ તથા બોરિવલીમાં મંડપેશ્વર રોડ પરના શ્રી આદિનાથજી જિનાલયના માનનીય ટ્રસ્ટી તરીકે સેવા આપે છે. વિવિધ જિનાલયોમાં પ્રભુજી પધરાવવાના તથા પ્રાણપ્રતિષ્ઠા કરાવવાના વિવિધ લાભો પણ તેઓએ લીધા છે.
.
આધ્યાત્મિક સાહિત્યમાં ઊંડો રસ ધરાવતા હોવાથી, આ પુસ્તક પર પણ તેઓનો ઊંડો રસ અને પ્રેમ અવર્ણનીય ગણાવી શકાય. ઘણાં વર્ષોથી આ પુસ્તકરૂપે છપાવવાની તેઓની ભાવના હતી, તે પરમ પૂજ્ય આચાર્ય દેવ' શ્રી ૧૦૦૮ શ્રી હેમચંદ્રસૂરિશ્વરજી મ.સા.ની કૃપાથી પૂર્ણ થઈ છે. પૂજ્ય આચાર્યશ્રી પ.પૂ. તપોનીધિ આ. દેવ શ્રી ૧૦૦૮ શ્રી ભૂવનભાનુસૂરિશ્વરજીના પ્રશિષ્ય છે. મહાજ્ઞાની, ત્યાગી, તપસ્વી અને જ્ઞાનપિપાસુ છે. તેઓશ્રીએ