________________
(૨૦)
અભ્યાસથી પોતાના આત્માનું કલ્યાણ કરનારના નામમાં શ્રી જિનેન્દ્રદેવ અને ગણધર મહારાજ, શ્રી ભદ્રબાહુસ્વામી, શ્રી હેમચંદ્રસૂરિ, શ્રી જિનદત્તસૂરિ વગેરે તેમજ શ્રી આનંદધનજી મહારાજ, શ્રી યશોવિજયજી ઉપાધ્યાયજી તેમજ શ્રી ચિદાનંદજી પોતે જ સ્વરોદયજ્ઞાનનો અભ્યાસ કરેલો હોય એવું જણાય છે. એટલે કે તેઓની યોગ-સાધના અને ધ્યાનનું પરિણામ આ જ્ઞાનની પ્રાપ્તિ
હતા.
‘સ્વરોદય’ શબ્દનો અર્થ ‘શ્વાસનું કાઢવું.’ એટલે કે પ્રાણાયમ જેવી સરળ નહીં છતાંય ઉચ્ચ પ્રકારની યોગસાધના દ્વારા સિદ્ધિ પ્રાપ્ત કરવાની પૂર્ણ વિગત આ રચનામાં જણાવાઈ છે. .
આ પુસ્તકના અંતે રચયિતાશ્રીએ ‘પ્રશ્નોત્તર રત્નમાળા'ની રચના કરી છે. જેમાં દેવ, ધર્મ, ગુરુ, સુખ, દુ:ખ, જ્ઞાન, અજ્ઞાન, જીવ, અજીવ, પુણ્યપાપ (નવ તત્ત્વ), ચતુર-મુરખ પુરુષની વ્યાખ્યા, કોણ ચપળ અને કોણ ચંચળ, જેવા કુલ ૧૧૪ પ્રશ્નો ૧૬ દોહામાં વણી લીધા છે. માત્ર ત્યાં જ કવિકર્મ પૂરું થતું નથી. તેઓશ્રીએ પોતાના જ્ઞાનનાં ઊંડાણનો પરિચય તેના વિસ્તૃતસરળ અને સ્પષ્ટ ઉત્તર આપીને કરાવ્યો છે.
તો
1
આ ઉત્તરોનો પરિચય ચોપાઈ સ્વરૂપના ૩૮ રચનાઓમાં કરાવ્યો છે. આમ આ રીતે આવાં પ્રશ્નો-ઉત્તરોની વિસ્તૃત ચર્ચામાંથી ઉદાહરણ જોઈએ
પ્રશ્ન
ઉત્તર
-
'चपळा तिम चंचळ वीहा ? वीहा अचळ वीहा सार ? कुनि असार वस्तु वीहा ? को जग नरकदुवार
'चपळा तिम चंचळ धनधाम,
धर्म एक त्रिभुवन में सार,
(૧૦)
अचळ एक जगमें प्रभुनाम
तन धन योवन सफल असार (૨૧)
અને કોણ નરકનું દ્વાર પ્રશ્નના ઉત્તરમાં તેઓશ્રી નારી પ્રત્યેના રાગને જગતમાં નરકના દ્વાર સમાન ગણી તેના પ્રત્યે રાગ નહીં કરવાનું