SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૮) ઓછા શબ્દોમાં જીવનનો મર્મ સમજાવ્યો છે. આમાં જ શ્રી ચિદાનંદજીનું કવિકર્મ પ્રગટ થાય છે. આ કવિ શ્રી આગળ સવૈયા નં. ૨૭માં જણાવે છે કે સેક્સનની સાથે દુર્જન જો થોડી વાર પણ રહે તો સજ્જનમાં સત્કર્મની સુવાસથી દુર્જનની પણ કિંમત વધી જાય આ માટે ઉદાહરણ આપતા તેઓ શ્રી જણાવે છે કે તલના તેલને જ સુગંધી તેલમાં મેળવવામાં આવે કે લોખંડને પારસનો સ્પર્શ કરાવવામાં આવે તો તેની કિંમત અનેક ગણી વધી જાય છે. નીચેના શબ્દોનો પ્રભાવ તો જુઓ : 'गंगामें जाय मिलयो सरिता जळ, तेहु महा ज़ळ ओपम पावे; संगत को फळ देख चिदानंद, नीच पदारथ उच्च कहावे.' આ રીતે પ્રસ્તુત સવૈયામાં ફિલસૂફી દર્શાવતી ઊંડી બાબતોને સરળ અને સક્ષમ ઉદાહરણોથી માર્મિક બનાવતા આ કવિશ્રી ઉચ્ચ કોટિના કવિઓની હરોળમાં સ્થાન પામે છે. “પુનિતા‘માં પુગલનું અતિ સુક્ષ્મસ્વરૂપ દર્શાવતાં કહ્યું છે કે પગલથી જ કોઈ પણ પદાર્થનાં રંગ, રૂપ, ગંધ, સ્વાદ એ સ્વરૂપ નક્કી થાય છે. પુદ્ગલ વગર જ આત્મા શિવસુખ પામી શકે છે. પુદ્ગલ થકી જ કોઈ પણ જીવને જન્મ, જરા, મૃત્યુ વગેરેનું દુઃખ છે. જ્યારે તે દૂર થાય છે ત્યારે આત્મા અજરઅમર પદને પ્રાપ્ત કરે છે. કવિશ્રીએ આ માટે નીચેના શબ્દો પ્રયોજ્યા છે. 'जन्म जरा मरणादिक चेतन, नानाविध दुःख पावे, पुद्गलसंग निवारत तिणदिन, अजरअमर होय गांवे. (૧૨) આમ શ્રી જૈનશાસન અને શ્રી જૈનશાસ્ત્રોમાં જીવના બંધારણમાં પુદ્ગલ વિષેની જે કલ્પના કરવામાં આવી છે, તેને અહીં કવિ શ્રીએ રજૂ કર્યું છે. ઉપરાંત “ધ્યત્મિ વિની' માં ત્રણ પ્રકારના આત્માનું સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે. જેમાં આત્માના બાહ્રાસ્વરૂપ, આતંરસ્વરૂપ અને શુદ્ધ સ્વરૂપને દવિવાનો સુંદર અને સંતોષપ્રદ પ્રયત્ન જણાય છે.
SR No.005739
Book TitlePadyavali
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay, Kunvarji Anandji
PublisherJinshasan Aradhana Trust
Publication Year1995
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy