________________
(૧૪૩) હે પ્રભુ ! જ્યારે મારે મેહ નાશ પામશે (મેહનીકમ જશે) ત્યાર પછી તારશે તે તેમાં તમારે ઉપકાર શે ગણાશે? કારણ કે આ જગમાં સુખને વખતે તે ઘણું સજન થવા-વહાલા થવા આવે છે, દુઃખને વખતેજ કઈ વિરલા ખબર લે છે. ૫
પણ હે પ્રભુ ! તમારા દર્શનને (સમ્યકત્વને) વેગ થવાથી મારા હૃદયમાં શુદ્ધ જ્ઞાનને પ્રકાશ થઈ ગયો છે. હવે તે જે અનુભવ જ્ઞાનના અભ્યાસી હોય છે તે આવે વખતે દુઃખદાયક એવા સર્વ કર્મને વિનાશ કરે છે. તેનું સ્થાન ‘ી નાખે છે. ૬
પછી તે રમતારામ-આત્મસ્વરૂપમાં રમણ કરનાર આત્મા કર્મસંબંધી કલંક-દોષ સર્વથા નિવારીને અપૂર્વ ભાવથી આપ બિરાજ્યા છે તે પદને-એક્ષસ્થાનને મેળવે છે. ત્યાં સાદિ અનંત ભાગે સ્થિત થાય છે. ૭.
- હે શિવાદેવી માતાના પુત્ર નેમિનાથ પ્રભુ ! હું તમનેસુખદાયકને ત્રિકરણ ભેગથી-ત્રણે યોગની એકાગ્રતાથી વિનવું છું કે-હે ચિદાનંદ! હે સ્વામી! હે જ્ઞાનદિનંદ્ર! કેવળજ્ઞાનરૂપી સૂર્યપ્રકાશવાળા પ્રભુ! તમે મારા ચિત્તમાં સદાને માટે આવે-પધારો. એટલી કૃપા તે આપે કરવી જ પડશે. ૮
નોંધ-આ સ્તવનને સાર લખવા જેવું નથી. એની અંદરજ બહુ વિસ્તારથી બધી હકીક્ત સમાયેલી છે. તે ધ્યાનપૂર્વક વાંચીને લક્ષમાં રાખવા લાયક છે. બીજી ભલામણ કરવા જેવું નથી.