________________
(૧૨) કર્મ કલંક નિવારીને,
નિજરૂપે હે મે રમતા રામ; લહત અપૂરવ ભાવથી,
ઈણ રીતે હે તુમ પદ વિશ્રામ, ૫૦ ૭ કિરણ જેને વિનવું,
સુખદાયી હે શિવદેવીનંદ; ચિદાનંદ મને સદા,
તુમ આ હે પ્રભુ નાણુદિણંદ, ૫૦ ૮. અર્થ–હે પરમાત્મા ! તમે પૂર્ણ કળાવાન છે, જ્ઞાનાદિ ગુણવડે પૂર્ણ છે અને ભવ્ય જીતની આશાના પૂર્ણ કરનારા છે, તે હવે મને પૂર્ણ દૃષ્ટિથી નિહાળે-જુઓ અને મારી વિનતિ અવધારે. ૧.
હે દયાળુ ! તમે સર્વઘાતિ, દેશઘાતિ ને અઘાતિ આઠે પ્રકારના કર્મોને ઘાત કરીને શિવમંદિરમાં અક્ષય નિવાસ કર્યો, પણ મને જગતની જંજાળમાં ભમતાને વિસરી ગયા. ૨
હે પ્રભુ ! તમે અનેક અપરાધી–પાપી ને તારીને જગતારકની પદવી મેળવી છે, તે હે પ્રભુ ! આ અવસરે મને તારતાં કેમ વિલંબ કર્યો તે કહો. ૩.
હે સ્વામી ! હું મહામહના મદથી-મદિરાપાનથી ઉત્પન્ન થયેલા છાકથી છકી ગયેલો છું-મને લગાર માત્ર પણ શુદ્ધિ રહી નથી. એ અવસરે આ સેવકની સંભાળ લેવી એજ આપને ઉચિત છે. આપ સરખા દીને દ્ધારને તેજ ઘટે છે. ૪.