SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪) જતાં ક્ષપકશ્રેણી ચડી શાશ્વત સુખને પામવામાં મદદ કરશે.” આ રીતે શ્રી ચિદાનંદજીએ આત્માને શાશ્વત સુખની પ્રાપ્તિને કેટલું સરળ ભાષાકર્મ અને કવિકર્મને નિભાવ્યું છે પદ નં. ૩પમાં કૂતરો, હાથી, સસલું જેવા વિવિધ ઉદાહરણો દ્વારા તેઓશ્રી કહે છે કે જે જે પ્રાણી મિથ્યા ભ્રમમાં પડી દુઃખના ચક્રમાં ફસાઈ જાય છે તે અંતે ભ્રામક સુખની પાછળ દોડે છે. આ રીતે કવિ શ્રીએ વ્યવહારુ અને સરળ ઉદાહરણો દ્વારા કેટલી ગહન બાબત સ્વાભાવિક્તાથી કરી છે. અહીં જ આ રચયિતાનું કવિકર્મના દર્શન થાય છે. પાંચ ઈદ્રિયો પૈકી એકેય ઈદ્રિય જ્યારે આસક્તિનો ભોગ બને અને એમાં આત્મા જોડાય ત્યારે તેનું પતન નક્કી જ છે. એ આત્મા કેવો દુઃખી થાય છે અને તેના કારણે ભવોભવની આ પરંપરામાં સપડાય છે તેવો મર્મ આ સંગ્રહમાં અનેક જગ્યાએ ફલિત થાય છે. આ પરંપરામાંથી છૂટવા માટેનો ફક્ત એક જ ઉપાય કવિશ્રીને ખપે છે. અને એ છે આત્માનું પરમતત્વમાં લીન થવું. ઔ લીનતા જ અંતે પરમસુખની પ્રાપ્તિનું પ્રવેશદ્વાર છે. પરમાત્મામાં લીન થવા માટે વિષયવાસનાનો ત્યાગ અને આત્માની શુદ્ધ સ્થિતિ થાય એ માટે રચયિતા શ્રી ૪૧માં પદમાં વર્ણવે છે. આ પદનો ઉપાડ કેવો સરળ છતાં સ-રસ છે ? ઊઠોને મોરા આતમરામ, જિનમુખ જોવા જઈએ રે. વિષયવાસના ત્યાગો ચેતન, સાચે મારગ લાગો રે....' અને આ વાત તદ્દન સાચી છે કારણ કે. તન ધન જોવન મુખ જેતા, સહુ જાણ અથિર સુખ તેતા; નર જિમ બાદલકી છાયા, જુઠી જુઠી જગતકી માયા. ૧ (પદ - ૪૯ મું)
SR No.005739
Book TitlePadyavali
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay, Kunvarji Anandji
PublisherJinshasan Aradhana Trust
Publication Year1995
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy