________________
(૧૩)
જીવનું સ્થાન છે. જેમ રાજહંસ દૂધ અને પાણીના મિશ્રણમાંથી દૂધ એટલે કે અમૃત તત્ત્વને અલગ કરી સત્ત્વની પસંદગી કરી શકે છે, એ રીતે આત્મજ્ઞાન પામ્યો પછી ચેતન કર્મના મળ-મેલને દૂર કરી, શુદ્ધ સ્ફટિકમયરૂપ ધારણ કરે છે ત્યારે નિર્મળ સ્વરૂપે વિદ્યમાન થાય છે, ત્યારે ખોટી બાબત અને મોહજ આસક્તિ છૂટી જાય છે.
આ રીતે શ્રી ચિદાનંદજી બતાવે છે કે આત્મા મોહાદિ આસક્તિથી મુક્ત બની અક્ષયસુખની પ્રાપ્તિ માટે ઉન્નત સ્થિતિએ પહોંચે છે. સ્ફટિકમય અને રત્ન સમાન ઉજ્જવળ અને અવિકારી આત્મા વિષેના આ ભાવને શ્રી ગોડી પાર્શ્વનાથના સ્તવન ૯માં કહે છે :
પદ
-
-
‘હું સંસાર અસાર ઉદધિ પડ્યો,
તુમ પ્રભુઃભયે પંચમ ગતિ ગામી...૧’
આ રીતે તેઓશ્રીએ પ્રભુને પરમ અને ઉત્તમ સામર્થ્યવાળા બતાવી પોતે જન્મ-મરણથી મુક્ત થવાની ઈચ્છા વ્યક્ત કરી છે. કારણ કે જે આત્મા સકળ કર્મબંધનોને કાપી શકે છે, તે જ સર્વજ્ઞ, સર્વ દેશી અને સર્વસુખમય બની શકે છે. રચયિતાશ્રીની વાણી અનેક કલ્પનાઓ અને ભાવ-વિભાવનાઓથી સૌન્દર્યમય બની છે. અહીં કવિશ્રીનું પોતાની કલ્પના અને ભાવનું સુમધુર મેઘધનુષ્ય રચાયું છે. તેઓ શ્રીએ ૧૮માં પદમાં માનવ મનને ભમરા સાથે સરખાવતા જણાવ્યું છે:
માન કહા અબ મેરા મધુકર !..
નાભિનંદ કે ચરણ સરોજ મેં
કીજે અચલ બસેરા રે...’
કારણ કે ચોરાશી લાખ જીવયોનિમાં નાટકના પાત્રોની જેમ વિવિધ વેશ ધારણ કરી અનેકવિધ નાચ કરનાર આત્મા-ચેતન-જીવ મોહદશામાં જકડાયેલો રહ્યો છે. પરંતુ હવે આ બંધન છોડે છે ત્યારે આ આત્મા પરમાત્મામાં લીન બને છે. શુદ્ધ ચેતના સાથે એકાકાર થતા જ્ઞાનનો પ્રકાશપુંજ રચાય છે તેથી જ તેઓશ્રી આત્માને ચેતવણી આપતા ૩૪માં પદમાં કહ્યું છે :
‘હે આત્મા ! મોહજાળમાં આંખ મીંચીને શું પડ્યો છે ? તું પાંચે પ્રમાદ તજી દે, આ ભવમાં મળેલ સામગ્રીને વૃથા ન ગુમાવ. તે જ તને આંગળ