________________
(૧૨) કૃત સર્વસંગ્રહ – ભાગ ઃ રમાં સંગૃહિત સાહિત્યની પ્રસ્તાવના લખવી એટલે આ વિશાળ સમુદ્રમાંથી એકાદ બિંદુ કે અમૃતરસથી ભરપૂર કળશમાંથી એકાદ છાંટો પામવા જેવું કપરું કાર્ય. છતાંય આ રસથાળના સ્વાદમાંથી એકાદ અંશ પણ જો પામી શકાય તો આ ઉત્તમ સાધકની સાધનાને થોડી પીછાણી શકાય. આવી ઉત્તમ રચનાઓ સરળ ભાષામાં લખવી એ અઘરું કામ છે, છતાંય લોકભોગ્ય બનાવવાની અજબ આવડત તેઓશ્રી ધરાવતા હતા, તેનો ખ્યાલ તેઓશ્રીની રચનાઓમાંથી જણાય છે. આમ છતાંય અંદરના તત્ત્વને વાચક પૂરી રીતે પામી શકે એ માટે “બહોંતેરી'ને અર્થ અને ભાવાનુવાદ સાથે તૈયાર કરવામાં આવી છે. એ વાત નોંધનીય અને પ્રસંશનીય છે.
આ પુસ્તકમાં સમાવિષ્ટ કૃતિઓ પૈકી બહોંતેરી'ના પ્રથમપદમાં એક રસપ્રદ અને નાટ્યાત્મક શૈલીનું પ્રયોજન ધ્યાન ખેંચે એવું છે. મોહથી અંધ બનેલ આત્મા જ્યારે અનંતકાળથી કુમતિના ફંદામાં ફસાયેલો છે અને અત્યંત પાયમાલ સ્થિતિમાં છે, ત્યારે સમતા કે જેને અહીં ચેતનની પ્રિયા તરીકે કલ્પી છે તે ચેતનને આ બંધનમાંથી મુક્ત થવા માટે સમજાવે છે. પોતાના પ્રિયતમને જે રીતે પ્રેમથી સમજાવે, એ રીતે સમજાવતા નીચે પ્રમાણે કહે છે ?
‘પિયા પરઘર મત જાવો રે...
ઘર અપને વાલમ કહો રે, કોણ વસ્તુકી ખોટ, ફોગટ તદ કિમ લીજીએ પ્રારે, શીશ ભરમકી પોટ
.. (૪) આ રીતે પ્રેમાળ પ્રિયા, પ્રિયતમને સાચા રસ્તે લાવવા માટે જે પ્યાર ભરેલા શબ્દોથી સમજાવે એવી પ્રબળ અને પ્રેમાળ વાણીમાં ચેતનને પોતાના કર્તવ્યનું ભાન કરાવે છે અને કુમતિના સંગનું વિકૃત પરિણામ સમજાવે છે.
શ્રી ચિદાનંદજી પરમ અધ્યાત્મવાદી હતા. તેઓશ્રીના આત્મા અને આત્માના પરમ સૌન્દર્ય વિષયક ઊંડા જ્ઞાનનું પ્રતિબિંબ આ પદોમાં પડ્યું છે. આત્મા કે ચેતનના અસ્તિત્વ વિષે તેઓશ્રી પદ ત્રીજામાં કહે છે કે જેમ પથ્થો સો દૂએ શ, તલમાં તેલ અને યુધ્ધમાં પરિમલ છે, તેમ શરીરમાં