________________
(૧૧)
પ્રસ્તાવના
मुखमांहि राम हराममांहि मन फिरे, गिरे भवकूपमांहि कर दीप धारके;
(જે વ્યક્તિ મનમાં અનીતિ રાખીને મુખેથી રામ બોલે છે તે હાથમાં દિવો હોવા છતાં ભવના કૂવામાં ડૂબે છે)
પ્રસ્તુત અવતરણ વાંચતા તેના કત વિષે સહેજે જાણવાનું મન થાય. કલિકાલસર્વજ્ઞ’નું બહુમૂલ્ય બિરૂદ ધારણ કરનાર પૂજ્યપાદ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિ મહારાજની સાહિત્યસાધનાથી સૌ કોઈ જ્ઞાત હોય કારણ કે તેઓ શ્રી અને તેમની વિદ્વતા ઈતિહાસના ઉજ્જવળ પાનાંઓમાં અંકિત થયેલી છે. પરંતુ આ સદીમાં સાહિત્ય જગતમાં ચમત્કૃતિ અને અર્થસભર આવી રચનાઓ આપનારનું નામ બહુ ઓછું પ્રચલિત બન્યું છે. ઉપરના સરળ છતાં ગૂઢ અર્થવાળા શબ્દો આ જ સદીના મહાપુરુષ શ્રી ચિદાનંદજીના છે. જેને સાહિત્યના પ્રચાર અને પ્રસારની દિશામાં બુદ્ધિ-વૃદ્ધિ-કપૂર ગ્રંથમાળાએ આ મહાપુરુષના સાહિત્યને સંઘ સુધી પહોંચાડવાનો પ્રયાસ શરૂ કર્યો છે, ત્યારે તેઓશ્રી રચિત બહોંતેરી, સવૈયા, યુગલ ગીતા, અધ્યાત્મ બાવની, દયાછત્રીશી, પરમાત્મછત્રીશી, પ્રશ્નોત્તરમાળા જેવા હિતશિક્ષાના દુહા વગેરેનું પ્રકાશન સર્વગ્રાહી બની રહેશે. આથી જ આ હૃદયંગમ છતાં સરળ અને ઉત્કૃષ્ટ સાહિત્યના રચયિતા શ્રી ચિદાનંદજીને અને તેઓશ્રીની વિદ્વતાને આ સદીના ઈતિહાસનાં ઉજ્જવળ પાનાં ગણાવી શકાય.
આ મહાપુરુષ અધ્યાત્મ તત્ત્વમાં નિપુણ, આત્મા અને પરમાત્મા વચ્ચેનાં અભિસંધાન માટેની સેતુરૂપ બાબતોના અંગૂલિનિર્દેષક, અધ્યાત્મશાસ્ત્રના જ્ઞાતા, યોગશાસ્ત્રમાં પારંગત, અજબ સિદ્ધિ અને શક્તિના સ્ત્રોત તેમજ ઉત્તમ સાધક હતા.
શ્રી ચિદાનંદ (કપૂરચંદ્રજી) કૃત બહોંતેરી' અને “શ્રી ચિદાનંદજી (કપૂરચંદ્રજી)