________________
સબોધ યાને ધર્મનું સ્વરૂપ આપવાથી આટલું બધું ધન મળે છે. તે હું પણ જૈન, સાધુને દાન આપું. એ વિચાર કરતી હતી ત્યારે રસ્તામાંથી એક ભાંડ પસાર થઈ રહયો હતો. તેણે વેશ્યાના આ વિચારો જાણ્યા. ભાંડ વેશ પરિવર્તનમાં ઘણાં જ હોશિયાર હોય છે. એટલે તેણે સાધુને લગતી સામગ્રી ને કપડા વેચાતા લઈને વેશ બદલી સાધુને વેશ પહેરી એ વેશ્યાના ઘરે આવ્યો. વેશ્યાને થયું કે હું સાધુને દાન આપે તે મને, ખુબ જ લાભ થશે. (એને સમજ નથી કે જૈન સાધુ પૈસા કે એના જેવી વસ્તુઓનું દાન લેતા નથી) એ તે પિતાની પાસે જે સોનાના ઘરેણાં હતાં તે સાધુના (ભાંડના) પાત્રામાં નાંખ્યાં. ભાંડે પણ પાતરા મોટા ને ઊંડા લીધાં હતાં એટલે સારે માલ સમાઈ ગયો. વેશ્યા તો ઊંચે જુએ છે, કે જ્યારે સેનૈયાની વૃષ્ટિ થાય છે. ત્યારે ભાંડે પાતરા ઢાંકતાં કહ્યું કે “હે વેશ્યા ! સાંભળ,
- સાધુ, વ શ્રાવિક, તું વેશ્યા મેં ભાડ; તેરા મેરા યેશું, પત્થર પડશે રાંડ.
ભાવાર્થ –ભાંડ વેશ્યાને કહે છે. એ દાન આપનાર શુદ્ધ શ્રાવિકા હતી અને દાન લેનાર શુદ્ધ સાધુ-મહાત્મા હતા. આ તું વેશ્યા છે, અને હું ભાંડ છું એટલે તારા અને મારા ગથી પત્થર ન પડે તેનું ધ્યાન રાખજે. એમ. કહીને ચાલવા માંડ્યું, વેશ્યા તો જોતી જ રહી. થાય. પણ શું ? કારણ કે એ કાળમાં ન્યાય તંત્ર સાચું હતું. આજના જેવું કાયદા તંત્ર ન હતું. વેશ્યાએ. પિતાના હાથે