________________
ખંડ : ૧ લો
૩૩ અધુરા ન હતા. એ પુણ્યાત્માઓની પાસે જે માગીએ છીએ તે ન ચોપડામાં માગણી કરવામાં આટલે ફેરફાર થાય તે એ આત્માથી અનીતિ આદિ થાય? આજની માંગણમાં આદર્શ એક માત્ર ત્રદ્ધિને અને એને મેળવવામાં આવતાં વિદનોને ટાળવા માટે બળ માગે તથા કામસુખ. માટે લબ્ધિ માગે કહો કે શુદ્ધ ધ્યેય કયાં?
શ્રી જિનેશ્વરદેવનું શાસન પામ્યા પછી મદારીના મકડાની જેમ આત્મા સંસારમાં નાચે જ કેમ? એને વિચાર, કશે. શ્રી જૈનશાસન પામ્યા પછી દુનિયાનું સ્વરૂપ ન સમજાય, જે રીતનું છે તે રીતનું, તે જાતિનું ધ્યાનમાં ન આવે તે આપણે પામ્યા શું ? શાસન પામ્યાને સાર શું? શ્રી જિનેશ્વરદેવનું શાસન પામેલા આત્માને દુનિયાના પદાર્થો આ રીતે કેમ જ મુંઝવે? જડ પદાર્થો આત્માને કેમજ ઢસડે? મિથ્યાત્વ હતું ત્યાં સુધી તે અજ્ઞાન હતા. સંસારના વરૂપને ખ્યાલ ન હતું એમ કહીએ તે ચાલે પણ હવે શું કહીએ ? સમ્યગદષ્ટિ આત્મા શું કહે ? આર્ય દેશ મા, ઉત્તમ કુલ મલ્યું, ભગવાન શ્રી મહાવીરદેવનું શાસન મલ્યું છતાં દુનિયાના પદાર્થો જે આપણને ગાંડા ને ઘેલા કરે, એ પદાર્થોનાં સવૈયાં કાઢીયે અને આત્માના સરવૈયાની વાત ન કરીએ તે આપણને પ્રાપ્તિ શી થઈ? જે માગણીથી સમ્યકૃત્વ મલિન થાય તે કેમ જ મંગાય?
'ત્રિજગબંધુ દેવાધિદેવ શ્રી વિર પરમાત્મા પિતાના મુખ્ય શિષ્ય ગૌતમ મહારાજાને ઉદ્દેશીને વારંવાર એકજ