________________
30
સબોધ યાને ધર્મનું સ્વરૂપ
અને દિવાલ ઉપર ઘેડા ઉપરથી ઉતરી માંતા બળદને નમઃ સ્કાર મહામંત્ર સંભળાવી રહેલાની મૂર્તિ ચીતરાવી.
એક દિવસ નવીન જિનાલયને નિહાળવા આવેલા પદ્મરુચિ શેઠને પ્રસ્તુત ચિત્ર જોવામાં આવ્યું. ચિત્ર પિતાના - સંબંધનું જાણું વારંવાર જોવા લાગ્યા. અને વિચારવા લાગ્યા કે, આ દેરાસર તે રાજકુમારે બંધાવ્યું છે. તેણે મારી અને બળદની હકીકત શી રીતે જાણી?
ચિત્ર પાસેની શેઠની બનેલી ઘટના કુમારના સેવકેએ જાણીને કુમારને પહોંચાડી. જે સાંભળીને અત્યંત ખુશી થયેલે રાષભધ્વજ કુમાર શેઠની પાસે આવી, શેડને પ્રણામ કરી પિતાને ગયા ભવની હકીકત સંભળાવી. શેડની ખૂબખૂબ પ્રશંસા કરી. ત્યારથી શેડ ઉપર પિતાના પિતા થકી પણ અધિક પૂજ્ય બુદ્ધિ ધરવા લાગે.
રાજાના મરણ પછી કુમાર કષભધ્વજ રાજા થયે. શેઠને રાજ્ય લેવા ઘણાજ આગ્રહ કર્યો પણ શેઠે રાજ્ય લેવા નિષેધ કર્યો. અને કુમારને ધર્મમાં ખૂબજ મજબુત બનાવ્યો. કૃતજ્ઞ કુમાર શેઠ અને ધર્મ અને પિતાના મહાન ઉપકારી માનતે શ્રી જૈન ધર્મનું આરાધન કરતે, પોતાના રાજ્યમાં જૈન ધર્મ ફેલાવતે, પ્રકટ પ્રભાવી નમસ્કાર મહામંત્રને - સ્વાનુભવ સિદ્ધ મહિમા જગતને સમજાવતો, છેવટ સુધી
જૈન ધર્મ અને પંચપરમેષ્ઠિ મહામંત્રને પ્રભાવ પિતાના રાજ્યમાં ઘણો જ સમજાવ્યું અને વિસ્તાર્યો.