________________
ખંડ : ૧ લો અને કર્મની સત્તાના અનુસંધાનમાં આત્મા સ્વતઃ સિદ્ધ થાય છે. કારણ કે આત્માને સુખ–દુઃખ આપનાર કર્મjજ આત્માની સાથે અનાદિ કાળથી સંયુકત છે અને એને લીધે આત્માનું સંસારમાં પરિભ્રમણ છે. કર્મ અને આત્માની ખાત્રી થયેથી પરલેકની ખાત્રી માટે કાંઈ રહેતું નથી. જેવા શુભ યા અશુભ કાર્યો પ્રાણી કરે છે તે પલેક (પુનઃ જન્મ તેને પ્રાપ્ત થાય છે. હકીકત એવી છે કે જેવી શુભ યા અશુભ કિયા કરવામાં આવે છે તેવા પ્રકારની વાસના આત્મામાં થાય છે. આ વાસના એક વિભિન્ન પ્રકારના પરમાણુ સમુહને જ છે. એને બીજા શબ્દોમાં કર્મ કહેવામાં આવે છે. એટલે કર્મ એક પ્રકારના પરમાણુઓના સમૂહ રૂપ છે. આવી રાતના નવા નવા કર્મો આત્માની સાથે જોડાતાં રહે છે. અને જનાં નાં કર્મો પિતાની મુદત પુરી થતાં ખરી પડે છે. બારી યા ખરાબ ક્રિયાથી બંધાતા સારા ચા ખરાબ કે પરલેક સુધી અરે ! અનેકાનેક જન્મ સુધી પણ આત્માની સાથે ફળ બતાવ્યા વગર સત્તામાં સંયુકત રહે છે; અને ફળ વિપાકનાં ઉદય વખતે મીઠા યા માડ ફલેને અનુભવ આત્માને કરાવે છે. ફળ વિપાક ભોગવવાની અવધિ હોય ત્યાં સુધી આત્માને તે ફળ અનુભવે છે. અનુ ભવાઈ ગયા પછી તે કર્મ આત્માથી ખરી પડે છે. વર્તમાન જિંદગી અને પરલોક ગતિ એ આ “કમ” ના બળ પર પ્રવર્તમાન છે. ઉપર્યુક્ત-યુક્તિ પ્રમાણો દ્વારા અને “હું સુખી, હું દુઃખી” એવી, શરીરમાં નહિ, ઈન્દ્રિમાં નહિ કિંતુ હૃદયના ઊંડાણમાં એટલે અંતર આત્મામાં સુપષ્ટ