________________
સબેધ યાને ધર્મનું સ્વરૂપ શકે તેમ છે. ન બીજી ઇન્દ્રિયથી થઈ શકે તેમ છે એટલે તે ઇન્દ્રિયથી ભિન્ન ચૈતન્ય સ્વરૂપ આત્મા છે. આત્મામાં કાળે, ધોળ, પીળા વગેરે કઈ વ નથી; એથી બીજી વસ્તુઓની જેમ તે પ્રત્યક્ષ દેખાતો નથી. પ્રત્યક્ષ નહી થવાથી તે વસ્તુ નથી એમ માની શકાય નહીં. પરમાણુઓ ચમ ચક્ષુથી દેખી શકાતા નથી છતાં અનુમાન પ્રમાણથી બરાબર તેને સ્વીકાર કરાય છે. સ્થળ કાર્યની ઉત્પત્તિ માટે સુર્મપરમસૂમ અણુઓ હોવાની સાબિતી અનુમાન પ્રમાણ ઉપર ટકેલી છે. પરમાણુ મૂર્તરૂપી છતાં પ્રત્યક્ષ ગમ્ય નથી, તો અમૂર્તઅરૂપી આત્મા પ્રત્યક્ષ શી રીતે હોઈ શકે ? એમ છતાં સમજવાનું છે કે, જગતની અંદર કેઈ સુખી તે કઈ દુઃખી, કેઈ વિદ્વાન તે કઈ મૂર્ખ, કોઈ રાજા તો કઈ રંક, કેઈ શેઠ તો કેઈ નેકર, આવી રીતની અનંત વિચિત્ર તાઓ અનુભવાય છે. આ વિલક્ષતાઓ કારણ વગર સંભવે નહિ. એ અનુમાનમાં ઉતરી શકે તેમ છે. હજારો પ્રયત્ન કરવા છતાં બુદ્ધિમાન મનુષ્યને પણ ઈષ્ટ વસ્તુ પ્રાપ્ત થતી નથી, જ્યારે બીજા મનુષ્યને વગર પ્રયાસે તે મલી જાય છે, આવી અનેકાનેક ઘટનાઓ આપણી નજર આગળ બન્યા કરે છે. એક જ સ્ત્રીની કુક્ષીમાંથી સાથે ઉત્પન્ન થયેલ જેડલામાંના બંને સરખાં ન નીવડતાં તેમની જીવન ચર્યા એકબીજાથી બહુ જ તફાવતવાળી પસાર થાય છે. આ બધી વિચિત્રતાઓનું કારણ શું ? આ ઘટનાઓ અનિયમિત હોય એમ બની શકે નહી, કોઈ નિયામક–પ્રજંક હવે જોઈએ. આ ઉપરથી તત્ત્વજ્ઞાની મહાત્માઓ કર્મની સત્તા સાબિત કરે છે.