________________
સધ યાને ધર્મનું સ્વરૂપ, આવ્યા છે તેમ જૈન શાસ્ત્રમાં કાળના વિભાગ તરીકે છે આરા બતાવવામાં આવ્યા છે. તીર્થકરે ત્રીજા-ચોથા આરામાં થાય છે. જે તીર્થકરે કે જે કેવળજ્ઞાનીઓ આયુષ્ય પૂર્ણ થતાં મોક્ષપદને પામે છે તેઓ ફરીને સંસારમાં આવતાં નથી એથી એ સમજવાનું છે કે સંસારના જે જે આત્માએ તીર્થકર બને છે તે કઈ પરમાત્માના અવતાર રૂપે નથી. સર્વ તીર્થકરે જુદા જુદા જ આત્માઓ છે. મેક્ષે ગયા પછી સંસારમાં અવતાર લેવાનું જૈન સિદ્ધાન્તને સમ્મત નથી.
નવતત્વે જૈન શાસ્ત્રને પ્રતિપાદ્ય વિષય છે. એ ઉપર કહેવામાં આવ્યું છે. તે નવત-જીવ, અજીવ, પુષ્ય, પાપ, આવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ છે.
જીવ –જીવ બીજા પદાર્થો જેમ પ્રત્યક્ષ દેખાય છે, તેમ દેખાતો નથી. પરંતુ સ્વાનુભવ પ્રમાણથી જાણી શકાય છે. ‘હું સુખી છું, હું દુઃખી છું.” એવી લાગણી શરીર જડ છે (પૃથ્વી વગેરે ભૂતોનું પૂતળું (ઈ) માટે તેને હોઈ શકે નહીં. શરીરને આત્મા માનવામાં આવે તો “મડદું” કહેવાતા શરીરમાં જ્ઞાનને પ્રકાશ હેવાનું કાં ન બને ? મડદું કહેવાતા શરીરને સજીવન આત્મા કાં ન કહી શકાય ? પણ બાબત એવી છે કે ઈચ્છા, લાગણું વગેરે ગુણો મૃતક શરીરમાં નહી રહેવાથી એ સાબીત થાય છે કે એ ગુણોનું ઉપાદાન શરીર નથી પણ બીજુ કોઈ તત્વ છે. અને એનું નામ “આત્મા” છે. શરીર (પૃથ્વી–જળ–તેજ-વાય આકાશ