________________
સધ યાને ધર્મનું સ્વરૂપ પડે છે ! “અહંન્ન, વીતરાગ, પરમેષ્ઠિ વગેરે “જિન” ના પર્યાય શબ્દ છે. “જિન”ના ભક્તો જૈન કહેવાય છે. જિન પ્રતિપાદિત ધર્મ જૈન ધર્મ કહેવાય છે. જૈન ધર્મને આક્ત ધર્મ, અનેકાન્ત દર્શન, નિગ્રંથ શાસન, વીતરાગ માગ એવા અનેક નામેથી વ્યવહાર કરવામાં આવે છે. તીર્થકર -
આત્મ સ્વરૂપને વિકાસ કરવાને અભ્યાસ પરાકાષ્ટા - ઉપર પહોંચતાં જે ભવમાં (જન્મમાં) આવરણ વિવસ્ત થવાના પરિણામે જેમને ચૈતન્ય વિકાસ પૂર્ણરૂપે સિદ્ધ થયે છે, તેઓ તે ભવમાં પરમાત્મા થયા કહેવાય છે. આ પરમાત્માઓને જૈનશા બે વિભાગમાં બતાવે છે.
પહેલા વિભાગમાં “તીર્થકરે આવે છે. કે જેઓ જન્મથી વિશિષ્ટ જ્ઞાનવાળા અને લોકોત્તર સૌભાગ્ય સમ્પન્ન હોય છે અને વિશેષતાઓ તીર્થકરેના સંબંધમાં જણાવી છે. રાજ્ય ન પ્રાપ્ત થયા છતાં પણ આગળ રાજ્ય મલવાનું હોવાથી રાજકુમાર જેમ રાજા કહેવાય છે. તેમ તીર્થકરો બાલ્ય અવસ્થાથી કેવળજ્ઞાનધારી નહી હોવા છતાં અને અતએ તેઓમાં વાસ્તવિક તીર્થકરત્વ નહિ હોવા છતાં પણ, તે આગળ તીર્થકર થનાર હોવાથી “તીર્થકર કહેવાય છે. તેઓ જ્યારે ગ્રહવાસને ત્યાગ કરી ચારિત્રમાર્ગ સ્વીકારે છે, અને યોગ સાધનાની પૂર્ણતાએ પહોંચતા સમગ્ર (ઘાતી) કર્યાવરણને ક્ષય થવાથી તેમને જ્યારે કેવળજ્ઞાન પ્રગટ થાય છે, ત્યારે તેઓ તીર્થની સ્થાપના કરે છે. “તીર્થ” શબ્દને