________________
ખંડ : ૧ લો જૈનદર્શન
જગત શું વસ્તુ છે. એને વિચાર કરતાં તે માત્ર જ તત્ત્વરૂપે માલુમ પડે છે (૧) જડ અને (૨) ચેતન.
છે તે સિવાય સંસારમાં ત્રીજું તત્વ નથી. સમગ્ર વિશ્વના સમગ્ર પદાર્થોને આ બે તત્વમાં સમાવેશ થાય છે. આ મૂળભૂત પદાર્થોને “દ્રવ્ય” સંજ્ઞાથી સામાન્યપણે ઓળખવામાં આવે છે.
જેમાં ચૈતન્ય નથી (લાગણી નથી) તે જડ છે. એથી વિપરીત-ચૈતન્ય સ્વરૂપ આત્મા છે. આત્મા, જીવ, ચેતન એ બધા એકજ અર્થને કહેનારા પર્યાય શબ્દો છે. જ્ઞાનશક્તિ એ આત્માનું મુખ્ય લક્ષણ છે.
ચેતન અને જડ અથવા જીવ અને અજીવ એ બે તો પર આધ્યાત્મિક દ્રષ્ટિએ વિશેષ પ્રકાશ નાખતાં એના જ પેટા ભાગનાં બીજાં ત જુદા પાડી સમજાવવા જૈન શાસ્ત્રકારોએ બહુ પ્રતિપાદન કર્યું છે. એકંદરે નવતર ઉપર જૈન દ્રષ્ટિને વિકાસ છે. જિન અને જૈન –
* જિન શબ્દ ઉપરથી “જૈન” શબ્દ બનેલ છે. * જિન એ રાગ, દ્વેષ આદિ સર્વ દેથી રહિત એવા પરમાત્માનું સાધારણ નામ છે. “જીતવું' એ અર્થવાળા “a” ધાતુથી બનેલું “જિન” નામ રાગ, દ્વેષ આદિ સમગ્ર દેને જીતનાર એવા પરમાત્માઓને બરાબર લાગુ.