________________
૧૨
સબધ યાને ધર્મનું સ્વરૂપ - યુધિષ્ઠિરના વચને સાંભળી યક્ષ પ્રસન્ન થયા. તેણે ચારે ભાઈઓને સ્વસ્થ કર્યા ને સૌ યથાસ્થાને ગયા. આ પ્રસંગ ઉપરથી સમજાશે કે ભીમ, અર્જુન વગેરે બહુ બળવાન હતાં પરંતુ તેમનું બળ કાંઈ કામ આવ્યું નહિ...(બુદ્ધિ વગરનું બળ કેઈ ઠેકાણે નકામું થઈ જાય છે) યુધિષ્ઠિરની આત્મજ્ઞાનની વાત કામ આવી. માટે હે માનવી ! તું અભિમાન ન કર. કાળચકના શાસનમાંથી કેઈ ઉગરી શકતું નથી.
કર્મ-વિજ્ઞાનઃ તેને બંધ, તેના કારણો ને તેને વિપાક ઈત્યાદિ સર્વ જૈન દર્શનમાં કર્મનું તત્વજ્ઞાન સમજીને દરેકે દરેક પરિસ્થિતિમાં સમતાભાવે ને સમજણ પૂર્વક ધીરગંભીર અને સંયમી બનીને સહનશીલતાથી જીવનને ઘડવાની જરૂર છે.
પૂર્વકર્મ ભેગવ્યા સિવાય છુટ નથી. ચંદ્રરાજાને અપરમાતા વિરમતીએ (તિર્યંચ) કુકડો બનાવી દીધો હતે. એ પૂર્વકમ સેળ વર્ષે ભગવાઈ ગયું ત્યારે ફરી ચંદ્રરાજા મનુષ્યપણાને પામે. વિરમતી તે નિમિત્ત કહેવાય. બાકી તે જેના લેણા બાકી હોય તે લીધા વગર છેડતું નથી. વિરમતીને વિદ્યાદેવીઓએ ચાર વિદ્યા આપીને એને સદુપ
ગ કરવાનું કહ્યું હતું અને તારા શોક્યના પુત્ર ચંદ્રરાજાને તારે સગે પુત્ર સમજીને તેનું જતન કરજે. પણ ગતભવનું વેર હશે એટલે વિરમતને ઊંધી બુદ્ધિ સી. પૂર્વકમ ભોગવ્યા પછી ચંદ્રરાજાના હાથે જ વિરમતીનું મેત થયું. આ બધું આપણને ચંદ્રરાજાના રાસમાંથી જાણવા મલશે.