________________
સબંધ યાને ધર્મનું સ્વરૂપ બળ સાથે બુદ્ધિની (અક્કલ) જરૂર છે. બુદ્ધિવગરનું બળ કેઈ વખત કામ આવતું નથી. '
વનમાં પરિભ્રમણ કરતાં પાંડને ખૂબ તરસ લાગી, ત્યારે ભીમને પાણી લેવા મોકલ્યા. ઘણીવાર સુધી પાણીની
ધ માટે ફર્યા પછી, ભીમે એક સરોવર જોયું. ભીમે પાણી પીવા હાથ લંબાવ્યું ત્યાં કઈ બેલ્યું “ઉભે રહે, મારા પ્રશ્નનો ઉત્તર આપ, ઉત્તર આપ્યા વગર પાણી પીશે તે. પત્થર જેવા થઈ જશો”
ભીમને પિતાના બળનું અભિમાન છે તે તાડુકીને બોલ્યો –અરે મુરખ ! તું પ્રશ્ન પુછનાર કોણ? હું તારા પ્રશ્નને જાણ નથી ને તેને ઉત્તર આપવા અહીં આવ્યા નથી. હું પાણી પીવા આવ્યો છું ને પીને જઈશ.”
જ્યાં ભીમે પાણીને સ્પર્શ કર્યો ત્યાં બેશુદ્ધ (અચેતન) થઈ ગયું. ભીમની ઘણીવાર સુધી રાહ જોયા પછી અર્જુન તેની શોધ કરવા નીકળે. સરેવર કિનારે ભીમની આ દશા જોઈને તેને આશ્ચર્ય થયું. કે મેટા મોટા હાથીઓને મગતરાની માફક રગદોળી નાખનારની આવી દશા કેમ ? નજીક ગયે ત્યાં પેલી વાણી સંભળાઈ. “મારા પ્રશ્નને ઉત્તર આપ્યાં પહેલાં પાણીને સ્પર્શ કરીશ તે, તું અચેતન થઈ ભેંય પર પડીશ.” અર્જુનને પિતાની શક્તિ અને ધનુષ્ય માટે અભિમાન છે. તે કહે છે, “હું તત્ત્વજ્ઞાનની વાત કરવા નથી. આવ્ય, મને તરસ લાગી છે હું જરૂર પાણી પીવાને.” મગરૂરીથી અર્જુને જે પાણીને સ્પર્શ કરવા ગયે તે જ તે ભીમના જેવી દશાને પ્રાપ્ત થયે.