________________
પંડ : ૧ લે. થઈ ગયો હોય છે. ઉપરાંત ઈન્દ્રિયે પણ શિથિલ થઈ ગઈ હોય છે, માટે પહેલી ભી અચ્છી અને પીછલી ભી અચ્છી એમ કહું છું જ્યારે વચલી યુવાવસ્થામાં ઇન્દ્રિયે તોફાની ઘડા જેવી હોય છે, એટલે તેમને કાબુમાં રાખવાનું ઘણું મુશ્કેલ હોય છે. મતલબ કે તે આત્માને ખૂબ હેરાન કરે છે, એટલે તેને જુરો મારવી જોઈએ, અર્થાત્ તેનું નિયંત્રણ કરવું જોઈએ. એટલે કહું છું કે બિચલી જુરોકી માર.”
આ શબ્દો સાંભળતાં રજપૂત બાવાજીના ચરણોમાં પડ્યા અને કહેવા લાગે કે “બાપજી! મને ક્ષમા આપો. મારી સ્ત્રીએ આપનાં વચન સાંભળ્યા હતાં, તેથી તેને ઘેર અપમાન લાગ્યું હતું. કારણ કે ત્રણ પનિહારીઓમાં તે વચલી હતી. તેના અપમાનને બદલે લેવા માટે હું અહીં આવ્યા હતા. પણ આપે જે ખુલાસે કર્યો, તેથી મારા મનનું પુરેપુર સમાધાન થઈ ગયું છે. બાવાજીએ તેના માથા પર હાથ મુકી આશીર્વાદ આપ્યાં એટલે રજપૂત ખુશ થઈ પિતાનાં ઘરે ગયે. સ્ત્રીને બધી વાત કરી તેના મનનું સમાધાન કર્યું.
ભાવાર્થ – બિચલીકે જુત્તક માર” એ બાવાજીના શબ્દ સાચા છે. તે સમજવા જેવું છે. રાજપૂત યુવાન હતું, યુવાનીના બળમાં આગળ પાછળનો વિચાર કર્યા વગર તલવાર લઈને બાવાજીને મારવા દોડી ગયો પણ ભવ્યતા સારી હતી. તે વખતે બાવાજી પાસે બીજ રજપૂતે બેડાં હતાં એટલે આવાજીને તરત જ મારી ન શકે, નહિ તે બાવાજીનું મસ્તક એક જ ઝાટકે કડવી દે કે નહિ? અને એ પાપથી એની ગતિ થાય કે નહિ ?