________________
ખંડ : ૧ લે
પણ બુદ્ધિ (અક્કલ) ન હોય તે એકનું બીજું પણ થઈ જાય છે. મનુષ્યને યુવાનીમાં બહુજ સાવચેત રહેવાનું મહાપુરૂષોએ કહ્યું છે. કારણકે આ વય એવી છે કે જે સાવન ન રહે તે કયાંક પછાડી પણ નાખે.
દષ્ટાંત :–એક ગામની બહાર એક બાવાજી આવ્યા. તે એક ઝાડની નીચે ધૂણી ધખાવીને બેઠા. ગામની ત્રણ સ્ત્રીઓ સાંજના સમયે આ ઝાડ નજીકના કૂવે પાણી ભરવા આવી. તેમાં પહેલી બ્રાહ્મણી હતી, બીજી રજપૂતાણી અને રીજી વાણીયણી હતી. આ વખતે બાવાજી જાપ જપે છે અને તે પણ મોટેથી "અગલી ભી અચ્છી, પીછલી ભી રપછી; બીચલી કે જુકી માર.”
આ સાંભળીને બ્રાહ્મણી અને વાણીયણ મોટું ઢાંકી હડકવા લાગી. રજપૂતાણીને તે એ પિત્તો ગયે કે ત્યાં બેડ પછાડી પિતાના ઘરે પાછી ફરી. ઘરે પાછી ફર્યા પછી તો ન પેટા ચુલે કે ન કર્યો દી. એક તૂટેલ ખાટલામાં જેમ તેમ પડી રહી. રાત્રે નેકરી પરથી તેને ધણી ઘરે આવ્યું. ઘરમાં અંધારું જોઈ આશ્ચર્ય પામ્યું. તેણે સ્ત્રીને પૂછ્યું કે આમ કેમ! શું કેઈએ તારું અપમાન કર્યું છે?
રજપૂતાણીએ કહ્યું “જેને ધણી બાયેલું હોય, તેનું કઈ ખાવા અપમાન કરે.”
આ તે રજપૂતની જાત, ને આવાં વચને કેમ સાંભળી ત્યે ? તેણે હાથમાં તલવાર લીધી અને પૂછ્યું કે કેણ છે તારું અપમાન કરનાર ? જલ્દી તેનું નામ દે હું તેની ખબર લઉં છું.”