________________
ખંડ : ૧ લો
આ બંનેનું ઘડતર કરનાર પોતે છે કે નહિ ? પણ આ વિજ્ઞાનના જમાનામાં આધુનિક શિક્ષણવાળાઓને આ વાત ગમે નહિ. એ તે ગમે તેમ કરીને ગમે તે રીતે પણ પૈસા કમાવી લેવાની મહેનત કરે છે. તેમાં પાપાનુબંધી પુષ્યના ઉદયકાળમાં પૈસા મલી પણ જાય, પણ એ પાપાનુબંધી પુષ્યની લક્ષ્મી પાપ જ કરાવે, એનાથી બચનાર ઘોડા.
લક્ષ્મી માનવીના પુણ્યને આધીન છે. લક્ષ્મી મેળવવા માટે માણસ તનતોડ મહેનત કરે છે. ગમે તેટલા પુરૂષાર્થ કરે પણ જોઈએ તેટલું ફળ કેટલાકને મલતુ નથી તેનું કારણ તેનું પુણ્ય નબળું અને કેઈ પુણ્યશાળી અ૫ મહેનત કરે અને ઘણું મેળવી લે છે.
દુઃખ એ તે થયેલ ભૂલની શિક્ષા છે. (સદુથતું). મારા ધર્મ પુસ્તકનું વાંચન કલ્યાણ મિત્રની ગરજ સારે છે. હમણાં આધુનિક વર્ગને નિત્ય નવું, અવનવું, કથા સાહિત્ય વાંચવું ખૂબ ગમે છે. પછી તે ગમે તેવું હોય અને ગમે તેનું લખેલું હોય. આજે વાંચનની ભૂખ જાગી છે. અત્યંત જાગી છે. આજે છાશવારે ને છાશવારે એવું વિકૃત અને અલિત સાહિત્ય બહાર પડે છે. તે મનને ઉન્મત્ત બનાવીને જીવનને બરબાદ કરી નાખે છે. વાતાવરણની અસર માનવી ઉપર વિશેષ પડે છે. આપણે થિયેટરમાં સિનેમા જોતા હશું ત્યારે આપણને જે વિચાર આવશે અને ધર્મસ્થાનકમાં હશે ત્યારે જે વિચારે આવશે તેમાં ગધેડા-ઘેડ એટલે - તફાવત હશે.