________________
સદ્ધ યાને ધર્મનું સ્વરૂપ જીવન ટકાવનાર છે, જ્યારે વીરવાણી અધ્યાત્મજીવન સંરક્ષનાર છે. અધ્યાત્મ જીવન સર્વશ્રેષ્ઠ જીવન છે.
મનુષ્ય ભવ આત્માને સુંદર બનાવવા માટે છે. સંસારના સુખને સુંદર બનાવવા માટે નથી, કારણ કે આપણે આત્મા અનાદિકાળથી અનંતા ભવભ્રમણ કરતે સંસારમાં રખડ્યા કરે છે. સંસારમાં મુસાફરખાનાના આપણે પ્રવાસી છીએ, રહેવાસી નહિ ! જન્મ તેનું મૃત્યું તે નકકી જ છે. સંસાર એટલે એક ગતિમાંથી બીજી ગતિમાં ભ્રમણ કરવું પડે એવું સ્થાન ! જીવને ભ્રમણ કરાવનાર કર્મ છે, તેમ કર્મથી મુકત બનાવનાર ધર્મ પણ છે.
શ્રેષ્ઠ છે : સર્વ ધર્મોમાં જૈનધર્મ, સર્વ કથાઓમાં ધર્મકથા, સર્વ કળાઓમાં ધર્મકળા, સર્વ બળમાં આત્મબળ, સર્વ સુખોમાં મુકિતસુખ શ્રેષ્ઠ છે.
જ્યારથી સમજાય ત્યારથી બચાય તેટલું પાપથી બચવું અને થાય તે (ધર્મ) કરી લે એજ મનુષ્ય ભવને સાર છે. કર્મબંધથી અટકવું તેને જે મેરો કોઈ ધર્મ નથી. કુદરત (કર્મરાજા) પાસે કરામત અને તકદીર પાસે તબીર ચાલતાં નથી. ભાગ્ય બે પગલા આગળ જ ચાલે છે?
ભાગ્ય કહો કે નસીબ કહે એક જ વાત છે. (૧) પુણ્યશાળીને ડગલે પગલે રિદ્ધિ-સિદ્ધિ સુખ-સાહ્યબી, સંપત્તિ મલ્યા જ કરે છે. (તે તેના ગતભવના પુણ્યની કમાણી છે.) - (૨) પાપીને ડગલે પગલે આપદા, આક્ત, દુઃખ, વ્યાધિ આવ્યા કરે છે તે તેને ગતભવના પાપનું ફળ છે).