________________
શાસ્ત્રો કહે છે કે “જે માતા-પિતાએ ધર્મ-સન્મુખ ન હોય એ માતા-પિતાને ધર્મ-સન્મુખ બનાવનાર સંતાન પિતાનાં માતા-પિતાના ઉપકારને બદલે વાળી શકે છે.”
માતા-પિતાના સ્વર્ગવાસ પછી એમની પુણ્ય સ્મૃતિ નિમિત્તે જિનભક્તિસ્વરૂપ ઉત્સવ-મહત્સવ દ્વારા એમના સ્વર્ગત આત્માને શાશ્વત શાંતિ સાંપડે એવી ભાવના સદા રાખવી એ કૃતજ્ઞ સંતાનની યોગ્યતા ગણાય.
પ્રસ્તુત પુસતકના સંપાદકે આ પુસ્તક પૂર્વેના પુસ્તક અને આ પુસ્તકના લેખન અને મુદ્રણ દ્વારા પિતા માટે ઉપકારી નિવડેલ. લખાણ, ઉદાહરણે, અને સંકલને સંકલિત કરવાને ઉમદા પ્રયત્ન કર્યો છે. અમારા એમને હાર્દિક આશિર્વાદ છે.
આપણે આશા રાખીશું કે ભવિષ્યમાં પણ આ પુસ્તકના લેખક નવું નવું પામે, તેને વિચારે અને તેમાંથી મેળવેલું ચિંતનનું રહસ્ય જિજ્ઞાસુઓ સામે મુકતા રહે છે જેથી બીજાઓ પણ એ નિમિત્ત કારને પામીને પિતાનું હિત સાધી શકે.
છેલ્લે છેલ્લે એક અત્યન્ત મહત્વપૂર્ણ વાત તરફ ધ્યાન આપવું બહુ જરૂરી છે. તે એ છે કે -જિન ધર્મને પામેલો પ્રત્યેક લેખક એક વાત પ્રત્યે પૂર્ણ વફાદાર રહે કે પિતાના લેખનમાં જિનવાણી અને જિનાજ્ઞાની મર્યાદા સચવાય અને