________________
માનવજાત જાણે પ્રાણ વિહિન યંત્ર સમી બની છે. આ બધી સ્થિતિ ઉકેલ માગી રહી છે.
માનવ પ્રાણે સત્વના સ્પંદન માટે તલસી રહ્યા છે. સમસ્ત જીવરાશી કેઈક ઉદ્ધારક ભણી મીટ માંડી રહી છે. આશા-નિરાશા વચ્ચે ઝોલા ખાઈ રહી છે. કારણ કે સમગ્ર સંસારના પ્રત્યેક જીવને અધિકમાં અધિક પ્રિય વસ્તુ હોય તે તે પિતાના જ પ્રાણ જ છે. વર્તમાન સ્થિતિમાં પ્રાણને બચાવવા જીવે વધુ ને વધુ પ્રયત્ન કરી રહ્યા છે. સાર એ છે કેઃ-કોઇપણ ભેગે સ્વરક્ષા કરવી. પ્રાણુરક્ષાના પ્રયત્ન સફળ થઈ શકે તેમ પણ છે.
જીએ માત્ર પિતાના પ્રયત્ન પાછળની મને વૃત્તિ બદલીને અહિંસા મૂલક ધર્મની વૃત્તિ કેળવી તે મુજબ પ્રવૃત્તિ કરવી જરૂરી છે. | દુર્ગતિ રૂપ ઊંડા કુવામાં પડતા ને ધારવા એ ધર્મને અર્થ છે. ધર્મના નામે વિશ્વમાં અનંતકાળથી દાવાઓ -પ્રતિદાવાઓ થઈ રહ્યા છે, અને અનંતા અનંત કાળ સુધી એવા દાવા-પ્રતિદાવાઓ થતાં પણ રહેશે. વિશ્વ વત્સલ જ્ઞાનીઓ ફરમાવે છે કે દાવા-પ્રતિદાવાઓના વિવાદને એક બાજૂ મૂકીને અહિંસા, સંયમ, તારૂપ ત્રિવેણી સંગમ જ્યાં હેય ત્યાં ધર્મ માનીને તેનું આચરણ કરવું.
અહિંસા એટલે પ્રાણીમાત્રની દયા, પ્રાણીમાત્રના પ્રાણની રક્ષા કરવી.