________________
ઉદાહરણ જે ક્વચિત્ દેખા દે છે. માનવજાત જાણે મરવાના વાંકે જીવી રહી છે. દુઃખદ આશ્ચર્યજનક તથ્ય એ છે કે માનવજાત પિતાના રક્ષણ માટે બીજાને રહેંસી નાખવાના પ્રયોગમાં ખતરનાક સીમા ઓળંગી ચૂકી છે.
પિતાના ભોગે પણ બીજાને બચાવવાની આર્ય સંસ્કૃતિની અમૂલ્ય પરંપરા જાણે લેપ પામવાની અણી પર છે. જેના જીવન માટે ફના થવાની તમનને લૂણે લાગે છે. અલબત્ નાશ થયે નથી આંશિક પણ ધાસ ધબકી રહ્યો છે. એ પણ એક શુભ માટેની ફીણ આશા છે.
| વિશ્વને જીવન જીવવાની કળા શિખવવાની વારસાગત અધિકાર ધરાવતું વિશ્વગુરૂ ભારત આજે વિશ્વના બારણે દયામણા ચહેરે મોટું વકાસી ને ઉભું છે. કારણ?
સંસ્કૃતિના સંસ્કારે ભૂલાઈ ગયા છે. પરંપરાના પમરાટ દુર્ગધની પ્રતેને ખડકલે ખડકાવે છે. વિરાટ એગ્યતાને વામિણી બનાવી દીધી છે.
ભારતના ભવ્ય આદર્શ અને સાચા ઈતિહાસને બદલવાને ખેલ ખેલાઈ ચૂકયો છે. ભારતની આંખે ઉંધા ચશમા ચઢાવી દેવાયા છે.
સ્વત્વના તેજ હણાઈ રહ્યા છે. દશે દિશાઓ ધૂંધળી થઈ ગઈ છે. પ્રકાશ અવરાઈ ગયું છે.