________________
- જૈનમ્ જયતિ શાસનમ્ર હર્ષ સાથે જણાવવાનું કે સંવત ર૦૩૬ની ચૈત્ર માસની આય બિલની ઓળી નિમિત્તે રાજસ્થાન કેસરી પ. પૂ. ઉપાધ્યાય મ. શ્રી મનોહર જય શ્રી કાંદિવલી (વેસ્ટ) ભુલાભાઈ દેસાઈ રોડ દેરાસરમાં સંઘની વિનંતિથી પધાર્યા હતાં. તેમની નિશ્રામાં મારા પૂ. માતા-પિતાની પુણ્ય સ્મૃતિ નિમિતે સંકલ્પ કરેલ શુભ ધાર્મિકકાર્ય પંચાન્ડિકા મહત્સવ સાથે શ્રી સિદ્ધચકપૂજન ચેત્ર સુદ ૧૪ ને રવિવારે તા. ૩૦ ૩-૮ના શુભ દિવસે પરમકૃપાળુ પરમાત્માની અમથી બહુજ સુંદર રીતે ભણાઈ ગયું તે બદલ દેવ-ગુરૂ-ધર્મના મહાન ઉપકાર માનું છું.
રાજસ્થાન ફેરી હાલા આચાર્ય વિજય મનહરસૂરીધરજી મ. સા. (વૈશાખ સુદ ૧૩ને સોમવાર તા. ૨૮-૪-૮૦ ના પૂના મધ્યે આચાર્ય પદને ધારણ કર્યું ) મારી વિન તિને માન આપીને મારા સંપાદન કરેલ પુસ્તક “સદ્ધ યાને ધર્મનું સ્વરૂપ” માટે નિવેદન લખીને કહ્યું તે બદલ હું તેમને મહાન ઉપકાર માનું છું. અને તેમને ત્રાણી છું.
ઉપરાંત અમારા ગામશ્રી કચ્છ તુંબડી મુંબઈ મહાજનશ્રીએ પુસ્તકના ટાઈટલ છેલ્લા પાને લખવા માટેનું વાંચન કર્યું તે વાંચતા શ્રી જિનેશ્વર ભગવંતનું શાસન જયવંતુ વતે છે એ સચેટ પુરવાર કરી આપ્યું છે. તે બદલ હું તેમને પણ આભાર માનું છું.
આથી આગળના પાનામાં મારા લાંબા લાંબા નિવે. દનમાં મારા મનના વિચારે રજુ કરી દીધાં છે. કંટાળ્યા વગર વાંચી લેવા વિનંતિ.
લી. કાનજી શામજી સતીયા