________________
૪૧૬
સદબોધ યાને ધર્મનું સ્વરૂપ - કુમારે કહ્યું કે- “અધર્મથી ય છે એમ જે કોઈ કહે તે ઘડો વગેરે મારી આ બધી સામગ્રી મારે તને આપવી. અને મારે તારી સાથે સેવક તરીકે રહેવું.
પરસ્પર આ રીતે પ્રતિજ્ઞા થઈ, ઉતાવળે ચાલતાં બન્નેય સમીપના ગામડામાં આવ્યાં. અને ત્યાંનાં વૃદ્ધોએ કદીય નહિ સાંભળેલે પ્રશ્ન સાંભળતાં અણ સમજથી ઉતાવળ કરીને જવાબ આપ્યો કે- “અધર્મથી જ થાય છે વિરેને આ જવાબ સાંભળીને બને રસ્તે પડ્યા.
માર્ગમાં ચાલતાં સજજને કુમારને જણાવ્યું કે મિત્ર! ધર્મ પક્ષને છોડો, નહિં તે ઘડે છોડીને દાસ બનીને ચાલે !” કુમારને તે નિશ્ચય હતા કે- રાજ્યને કે લક્ષ્મીને નાશ થાય તે ભલે થાય પણ બોલેલું સત્ય વચન અફર જ રહે. એજ સત્યવાદિતા છે. આથી કુમારે સજ્જનને ઘેડો આવે. તે પણ નિર્લજજ બનીને તેના ઉપર ચઢ અને પાછળ રાજકુમાર સેવકની જેમ ચાલવા લાગે. કુમાર પિતાના સત્ય પક્ષ પ્રત્યે અડગ રહ્યો. થોડીક અટવી વટાવ્યા બાદ સજ્જન પુનઃ બેલ્ય કે- “મિત્ર! હજીય બગડ્યું નથી, તું ધર્માગ્રહ છોડ અને આ ઘેડો સ્વીકાર ! તારા હઠીલાપણાનું ફળ તે તને કહ્યું છે.
કુમારે શાન્તિથી કહ્યું કે- “હે મૂર્ખ શિરોમણી! ભુખે હંસ જેમ કૃમિ-કીટને ભક્ષક ન જ બને, તેમ શ્રદ્ધાળુઓ વિપદુના વાદળોથી ઘેરાવા છતાં પણ સત્યને છુપાવે નહિ.