________________
૪૧૧ .
ખંડ : ૨ જે તેટલે બળવાન હોય અથવા ગમે તેટલું તેની પાસે બળ હોય પણ તે મૃત્યુની આગળ નિર્બળ પુરવાર થવાને જ છે. “મૃત્યુ ઉપર વિજય મેળવીને “મૃત્યુ જ્ય’ (અમર) બનનારા બહુ જ વિરલ હોય છે.”
ત્રીજા ફરમાનને સાર એ છે કે વૈદ્યો પણ મૃત્યુથી છોડાવી શકતા નથી. સુતરની દેરી સાંધી શકાય છે પણ આયુષ્યની દેરી સાધી શકાતી નથી.
ચોથું ફરમાન ટોચ રૂપ છે. જીવે જગતમાં ખાલી હાથે આવે છે અને ખાલી હાથે ચાલ્યા જાય છે. યૌવન ફના, જીવન ફના થઈ, પરલોકમાં જ્યાં જશે? ત્યાં પુણ્યનાં કે પાપનાં, પરિણામે મલશે. (જોગવવા પડશે.)
આ સિકંદર બાદશાહનાં મૃત્યુ સમયનાં શબ્દો છે. અનંત જ્ઞાનીઓ ફરમાવે છે કે આ મનુષ્ય જન્મ શેડો કાળ માને છે. પછી અહીંથી જવાનું નકકી છે. ઘર-બાર, પૈસા–ટકા, કુટુંબ-પરિવાર કશું સાથે આવવાનું નથી. સાથે તે કરેલા કર્મો આવશે. અને જેવા કર્મ કર્યા હશે તેવું ફળ ભોગવવું પડશે.
- -: પરકનું ભાથું બાંધે - પરલોકે સુખ પામવા, કર સારો સંકેત હજી બાજી છે હાથમાં, ચેત ચેત નર ચેત; જેર કરીને જીતવું, ખરેખરૂં રણ ખેત; દુશ્મન છે તુજ દેહમાં, ચેત ચેત નર ચેત...૧