________________
મયણાસુંદરીના પિતા પ્રજાપાલ રાજાએ અહં પિષવા ખાતર મયણાસુંદરીને કહિયા સાથે પરણાવી હતી. શ્રીપાલને પૂર્વકૃત કર્મના કારણે કોઢ રેગ થયે હતો પણ ધર્મની શુદ્ધ ભાવ પૂર્વક આરાધનાથી કર્મ હટાવીને નવું જીવન પામ્યા હતા ત્યારે તેમના હૃદયમાં તારે તારમાં શ્રી જિન શાસનને જય જયકારને જમ્બર, ઝંકાર પેદા થયે હતે. તેને મનમાં થયું કે, “કેવું અલબેલું આ જૈન શાસન છે. મારા જેવા રોગીષ્ઠ કોઢીએ પણ અનન્ય ભાવે એનું શરણું સ્વીકાર્યું તે એણે તે મારા તન-મનને જ નહીં કિંતુ આત્માને ય ઉજળું બનાવી દીધું. જગતના સર્વ છે આ શાસન પામે અને સઘળાં ભવ દુઃખ પામે એવું દિવ્ય વાતાવરણ પેદા કરવા માટે હું દિન-રાત ધર્મારાધનામય જીવન દ્વારા પ્રયત્ન કરતો રહીશ.
ઉત્તમ જીવનની લગભગ બધી આશા હારી ચુકેલા મને જે શાસનના મુનિરાજે ધર્મની આરાધનાને માર્ગ બતાવીને તે જ માર્ગ પર ચાલવાની પ્રેરણા આપીને મારા પડતા જીવનને બચાવી લીધું, એ શું આ શાસનની ઓછી કમાલ છે?
આવું તારક શાસન વિદ્યમાન હોવા છતાં કર્મનાં રેદણાં રેવા તે તે કાયરતાનું એક લક્ષણ લાગે છે. હું તે હવેથી મારા જીવનની પ્રત્યેક ક્ષણને સ્વ–પર કલ્યાણ માટે જ સદુપયેગ કરતે રહીશ કે જેથી આ શાસનના અસીમ ઉપકારોનું યત્કિંચિત ત્રણ પણ અદા કરી શકું.