________________
ખંહ : ૨ જે
૩૮૫. વીતરાગની ભક્તિ એ સાચે જ ઉત્કૃષ્ટ યોગ છે. જેને પ્રાપ્ત કર્યા પછી ભેગ રેગને કઈ રોગ રહેજ નહિ. અંતરમાં વીતરાગ વસી જશે તે જ વિષય વિરાગ ઝળહળતે. રહી શકશે નહિ, વળી કામ વાસનાઓ નાશ પામશે. કામવાસનાને સંબંધ વય સાથે નથી, મન સાથે છે.
દૃષ્ટાંત -એક સમયે જુવાન દીકરો રીસાઈને ઘરમાંથી ભાગે. તેને પકડવા તેને બાપ પાછળ પડે. છેક આગળ ને બાપ પાછળ ચાલ્યાં જાય છે. તે કોઈ ગામ આગળ પહોંચ્યા ત્યાં એક તળાવમાં સ્ત્રીઓ ન્હાતી હતી. છોકરાની નજર તે ઉપર પડી, એ જોતાં તરત જ પિતાની નજર પાછી ખેંચીને નીચી નજરે આગળ વધી રહ્યો. ત્યાર પછી તેની પાછળ તેને બાપ (આધેડ વયન) એ જગ્યાએથી પસાર થ. ત્યારે તેની નજર પણ એ તળાવમાં ન્હાતી સ્ત્રીઓ ઉપર પડી, પણ એ નજર પાછી ન ખેંચી લેતાં જોતાં જોતાં ચાલ્યા કર્યું. ત્યારે સ્ત્રીઓએ કપડાં જલ્દી જલ્દી પહેરી લીધાં.
બાપ આગળ જતાં પોતાનાં દિકરાને પકડીને પાછો પિતાના ગામ તરફ આવવા માંડ્યા. ત્યારે તળાવ આગળ સ્ત્રીઓને બાપે પુછ્યું.
હે બહેને ! હું જ્યારે તળાવ પાસેથી પસાર થયે ત્યારે તમે કપડાં જલ્દી પહેરી લીધા અને મારે છેક તમારી પાસેથી પસાર થયો ત્યારે તમે તળાવમાં ના જ કર્યું તેનું કારણ કહે.”
સ. ૨૫