________________
૩૮૪
સદ્ધ યાને ધર્મનું સ્વરૂપ - આજનો માનવ એમ જ માને છે કે પૈસા હશે તો મટી પદવી પણ મલશે ને સમાજમાં પ્રતિષ્ઠા પણ વધશે. પણ ધ્યાન કરવા જેવું છે કે આ સંસારનું સુખ નાશવંત છે પાપ કરી મેળવેલું મેલીને જવાનું પણ કરેલા પાપ ભવાંતરમાં ભેગા જરૂર આવવાના. ત્યારે જીવની શી દશા થશે તે વિચારી લેજે. (સાચો શ્રાવક સાચા ધન તરીકે ધર્મને ગણે. ધનની પિટલીને નહિ.)
શામાં આવે છે કે પ્રતિવાસુદેવ ત્રણ ખંડનું વૈભવ એકત્રિત કરે છે, અને તેને માલિક વાસુદેવ બને છે. મહેનત ની અને ભગવે કોણ?
આ તો સંસાર છે એમાં કોઈનો વિશ્વાસ છે લાગે નહિ, હા જ્યા સુધી પુણ્ય હોય ત્યાં સુધી બધું સારું થયા કરે પણ જ્યાં પુણ્ય પરવાર્યા ત્યાં બધું ઉઠું બનતું જાય.
કબીક કાળ, કબીક પાજી, કબહિક હુઆ અપરાધી, એ સબ પુદગલ કી (સંસારની) બાજી.
જે સંસારનું સુખ સાચું (સા) હોય તે તીર્થકર ભગવંતો શું કરવા ચારિત્ર લઈને સંસારનો ત્યાગ કરે ? બધા તીર્થકર ભગવતે રાજકુળમાં જન્મેલાં. એમની પાસે સુખની જે અઢળક સામગ્રી હતી તે છેડીને તેઓ મુક્તિએ ચાલ્યા ગયા.
જ્ઞાની ભગવંતે કહે છે કે અરિહંત પરમાત્માઓની આજ્ઞા મુજબ જીવવું એ જીવતત્વ છે ! કર્મની આજ્ઞા મુજબ જીવવું એ જડતત્વ છે.