________________
૨.
ઉપર ખુલાસો કરી દેવું જોઈએ તેમ ધર્મના કામમાં તે કરણ, કરાવણ અને અનુમોદન સરખું ફળ કહ્યું છે. એટલે લીધેલું કામ પૂરું કરીને મુક્ત થઈ જવું જોઈએ. આ પુસ્તક માટે પૂ સાધુ ભગવંત મુનિશ્રી સૂર્યયશચંદ્રજી મહારાજ સાહેબે મારી વિનંતિ સ્વીકારીને (મનના બેટા ભાવ ખાધા વગર) ખોટો ટાઈમ વેસ્ટ ન કરતાં પિતાના શિષ્ય મુનિશ્રી પદ્મયશચંદ્રજી પાસેથી આશીષ (પ્રસ્તાવના ) લખાવીને મને મેકલી આપી આ પુસ્તકની શોભા વધારી તે બદલ હું તેમને ત્રણ છે.
હગારે વાંચકોને વિદિત થાય કે આ પુસ્તકના પ્રકાશક યશભાગી ભાગ્યશાળી ધર્માનુરાગી શ્રી હંસરાજભાઈ ગેલાભાઈ કે જેમની ત્રણ બાલ-બ્રહ્મચારિણી સુપુત્રીઓએ સંસારને ત્યાગ કરી ચરિત્ર માર્ગે પ્રયાણ આદરેલ છે. પ્રકાશક તરીકે આ પુસ્તકમાં ફેટો આપવા મેં કહ્યું તે તેઓશ્રી લેકીર્તિથી પર રહેવા મના કરીને ધર્મરૂપ એક પુસ્તકની શોભામાં અભિવૃદ્ધિ કરી છે તે બદલ ધન્યવાદને પાત્ર છે. એવા પવિત્ર ધર્માત્માને હું તેમને આભાર માનવા સાથે અભિનંદન આપું છું.
ગયા વરસે મારા પ્રસિદ્ધ થયેલા પ્રથમ દર્શને સાચો જૈનધર્મ ” પુસ્તકના પ્રકાશકનો યશ લેનાર ધર્માનુરાગી શ્રી લખમશી ખીમજી સાવલાને પણ આભાર માનું છું.