________________
४६
સાધ યાને ધર્મનું સ્વરૂપ શાંત પાડવા માટે આપની સાધનામાં ભંગ પાડે, તે બદલ ક્ષમા માગું છું.”
અનાથી મુનિએ કહ્યું : “જિજ્ઞાસુઓને સત્ય વસ્તુની સમજ આપવી એ પણ અમારી સાધનાને જ એક ભાગ. છે. તેથી સાધનાને ભંગ થતું નથી. અને તારા જેવા તત્ત્વ શેધક આ હકીકતમાંથી યોગ્ય માર્ગદર્શન ન મેળવે એમ હું માનતે નથી. એટલે વ્યતીત કરેલા સમય માટે મને સંતેષ છે.”
મગધપતિએ કહ્યું: “મહર્ષિ ! આપની મધુર વાણીએ અને સંપૂર્ણ નિખાલસતાએ મારાં દિલને જીતી લીધું છે. આપ જેવા ત્યાગી અને તપસ્વીની કોઈપણ આજ્ઞા માથે ચડાવવાને તત્પર છું.”
અનાથી મુનિએ કહ્યું : “હે રાજન! જ્યાં સર્વ ઈચ્છાઓ, આકાંક્ષાઓ અને અભિલાષાઓને ત્યાગ છે, જ્યાં માયા-મમતાનું વિસર્જન છે, અને જ્યાં કઈ પૌગલિક લાભ મેળવવાની આસક્તિ નથી, જ્યાં આજ્ઞા કરવાની હોય તે તે સામાના કલ્યાણ માટે જ હોય.”
- “હે રાજન અનાદિ કાળથી સ્વની ઓળખાણ કર્યા વગર પરમાં સ્વ માનીને આ જીવાત્મા પરિભ્રમણ કરી રહ્યો છે. સૌ પ્રથમ લક્ષ એ તરફ કરવું પડશે કે હું કોણ છું ? કયાંથી આવે? અને કયાં જવાને? અને બધી વર્ગણાઓ શા કારણે છે? તે રાખું કે પરિહરૂં.”