________________
૩૪૫
ખંડ : ૨ જે
હે રાજન! આ આત્મા પિતે જ વૈતરણી નદી અને કુટ શામલી વૃક્ષ જેવો દુઃખદાયી છે. અને કામઘા ગાય અને નંદનવન સમાન સુખદાયી છે. આત્મા પિતે જ સુખદુઃખને કતાં છે. અને સુખ-દુઃખને ભક્તા છે. જે સમાગે ચાલે તે એ સુખદાયી છે. કુમાર્ગે ચાલે તે એ શત્રુ તુલ્ય દુઃખદાયી છે. એટલે આત્મા જ આત્માને દુશમન અને મિત્ર છે એટલે આત્માનું દમન કરવું અને તેને સુમાગે વાળવો, એ પરમ સુખ ઇરછતા સર્વે મુમુક્ષુઓનું કર્તવ્ય છે.
સાચું શ્રમણપણું પાળનાર અન્ય ને નાથ (રક્ષક) બને છે. અને પિતાને પણ નાથ (રક્ષક) બને છે માટે હે રાજન ! હું હવે મારા પિતાને તથા અન્ય જીને નાથ બની ચૂક્યો છું. અને તારે મારા નાથ બનવાની કઈ જરૂર રહેતી નથી. આ છે મારૂં સંયમ ગ્રહણ કરવાનું કારણ.” | મુનિવરને–અનાથી મુનિને આ ઉત્તર સાંભળીને મગધપતિ શ્રેણીક ઘણુ પ્રસન્ન થયા, તેમણે બે હાથની અંજલિ જોડીને કહ્યું : “હે ભગવન! આપે મને અનાથ અને સનાથને મર્મ સુંદર રીતે સમજાવ્યો. હે મહર્ષિ ! તમને મનુષ્ય અવતાર ભલે મળ્યો. તમે આવી કાંતિ, આ પ્રભાવ અને આવી સૌમ્યતા ભલે પામ્યા. જિનેશ્વરેએ દર્શાવેલા સત્ય માર્ગમાં વ્યવસ્થિત થયેલા આપ જ ખરેખર સનાથ અને સબાંધવ છે. હે મુનિ ! અનાથ જીના ખરા નાથ તમેજ છે. હે ગીશ્વર ! મેં મારા મનનું કુતૂહલ