________________
૩૪૪
સબોધ યાને ધર્મનું સ્વરૂપ વીતતી ગઈ, તેમ તેમ મારી વેદના શાંત થતી ગઈ અને સવાર થતાં તે હું તદ્દન નિરેગી થઈ ગયે.
જઈને
ક્યાં
ફળી.. લો,
મને એકાએક સારે થયેલે જઈને આખું કુટુંબ અતિ હર્ષ પામ્યું. પિતા સમજ્યા કે મેં ઘણે પૈસા ખર્ચે તે કામે લાગે, માતા સમજી કે મારી બાધા-આખડીઓ ફળી. ભાઈઓ સમજ્યા કે અમારી સેવા ફળી. અને બહેને સમજી કે અમારા અંતરની આશિષે ફળી. પત્ની સમજી કે મારી પ્રાર્થના ફળી અને મિત્રો સમજ્યા કે અમારી દોડધામ કામે લાગી. ત્યારે મેં સર્વને શાંત પાડીને કહ્યું કે “મને નવું જ જીવન પ્રાપ્ત થયું છે. અને તે ફળ મારા શુદ્ધ સંકલ્પનું છે. ગઈ રાતે હું એ સંકલ્પ કરીને સૂતે હતું કે જો હું એક જ વાર આ વેદનામાંથી મુક્ત થવું તે ક્ષાન, દાન્ત, નિરારંભી બનીશ. માટે આપ બધા મને આજ્ઞા આપો. મારી પ્રતિજ્ઞાનું પાલન મારે બનતી ત્વરાએ કરવું છે.”
આ શબ્દો સાંભળતાં જ બધા અવાક્ બની ગયાં. અને તેમની આંખો અકભીની બની ગઈ તેઓ જાત જાતની દલીલ કરવા લાગ્યા અને આ રીતે સંસારને ત્યા ન કરવાનું વિનવવા લાગ્યા. પરંતુ મેં એકજ ઉત્તર આપ્યો કે હવે આ હુમય સંસારમાં રહીને હું જરા પણ આનંદ અનુભવી શકું એમ નથી. છેવટે સ’ કુટુંબીઓએ મને ઈષ્ટ માર્ગે જવાની છૂટ આપી, એટલે મેં સંયમ માર્ગને સ્વીકાર કર્યો.