________________
ખંડ : ૨ જો
પિતે કરેલા શુભ અથવા અશુભ કર્મો જરૂર ભેગવવાં પડે છે.”
એટલે મને થયું કે મારું આ દુખ પણ મારા પૂર્વ કર્મોનું ફળ હોવું જોઈએ. અને તે વખતે મને એક શમણે કહેલી ગાથાનું કુરણ થયું. -: કર્મના હેતુને છેડ, ક્ષમાથી કીર્તિને મેળવ
આમ કરવાથી તું પાર્થિવ શરીર છેડીને ઊંચી દિશામાં જઈશ.”
અને મારું મન કર્મના હેતુને શોધવા લાગ્યું. એ શોધમાં સમજી શક્યો કે હિંસા, અસત્ય, ચેરી, મૈથુન, પરિગ્રહુ આદિ પ્રવૃત્તિઓ પાપના પંથે લઈ જનારી છે. અને તેજ કમને હેતુ છે, તેથી કર્મબંધનમાંથી છુટવું હોય તે મારે આ પાપી પ્રવૃત્તિઓને ત્યાગ કરી ક્ષમા, શાંતિ, શૌચ આદિ ગુણો કેળવવા જોઈએ.
પરંતુ આ બધું ત્યારે જ બની શકે કે જ્યારે મારા પર તૂટી પડેલું વેદનાઓનું વાદળ કંઈક ઓછું થાય. એટલે તેજ વેળાએ મેં મનમાં સંકલ્પ કર્યો, કે જે હું આ રોગમાંથી મુક્ત થઈશ તો ક્ષાન્ત, દાન્ત અને નિરારંભી થઈશ. અર્થાત્ ક્ષમાદિ દશ ગુણવાળો સંયમ ધર્મ સ્વીકારી સાધુ થઈશ. અને હે રાજન ! એ સંકલ્પ કરીને જ્યાં મેં સુવાનો પ્રયત્ન કર્યો કે મને તરત જ નિદ્રા આવી ગઈ. (જુઓ સાચા હૃદયને સંકલ્પ) પછી રાત્રિ જેમ જેમ