________________
અફીણના કસુંબા સાથે સુકે રેટ આપશે તે તે સારે લાગશે. - આધુનિક વર્ગને અવનવું, નિત્યનવું સાહિત્ય વાંચવું ગમે છે. પછી તે ગમે તેવું હોય અને ગમે તેનું લખેલું હોય. આજે વાંચનની ભૂખ જાગી છે. આજે છાશવારે એવું વિકૃત અને અશ્લીલ સાહિત્ય બહાર પડે છે. અને તે પ્રજાના હાથમાં આવે છે. પરિણામે આવા વાંચનથી આત્મા પથભ્રષ્ટ, શ્રદ્ધાભ્રષ્ટ અને ચારિત્રભ્રષ્ટ બને છે. આવા સાહિત્ય દ્વારા આપણે ભારતીય સંસ્કૃતિને મોટો ફટકો લાગી રહ્યો છે! કચરા પેટીમાં નાખવા જેવા ઉશૃંખલ સાહિત્યના વાંચન દ્વારા આજના કુમળી વયના બાળક–બાલિકાઓ અધઃપતનની ઊંડી ખાઈમાં ધકેલાઈ રહ્યાં છે. મહા પુણ્ય ઉદયે સાંપડેલ માનવજીવન એ જ્યાં ત્યાં જેમ-તેમ ફેકી દેવાની વસ્તુ નથી. આ વિષમકાળમાં મનને ઉન્મત્ત બનાવીને જીવનને બરબાદ કરી દે એવાં પુસ્તકો વાંચવા કરતાં, સારા ધર્મને વાંચનથી આત્માને સારી પ્રેરણા મળશે, તેવું આ પુસ્તક છે.
જૈન કુળમાં જન્મે નામે જૈન કહેવાયા કરતાં કર્મો જૈન હોય તે જ સાચે જૈન. આ કાળમાં જેનેની ખોવાઈ ગયેલી જવાંમદીએ શ્રી જૈન શાસનના હર્યા-ભર્યા, લીલાછમ ખેતરને વાડ વિનાનું બેડી બ્રાહ્મણનું ખેતર બનાવી દીધું છે. વાંચે પાના નં. ૨૫ પુસ્તક “પ્રથમ દર્શને સાચે જૈન ધર્મ.'