________________
૨૬૬
સદ્દબોધ યાને ધર્મનું સ્વરૂપ બર્નાડશેને પ્રસંગ ખરેખર ગૌરવવતે છે. તેમજ ભારતીય પ્રજાને પૂર્ણ પ્રેરણાદાયી છે તેમની ગંભીર બિમારી છતાં માંસ ખાવાની ડોકટરની સલાહ છતાં તેમણે તે નહિ ગણકારતા જીવનભર જેમણે માંસહાર કર્યો નથી તે લંડનનાં ડેલી કેનીકલમાં એક મુલાકાતમાં આવતાં જે વિચારો વ્યકત કરે છે. તે કેટકેટલા વેધક ને માનવ સમાજને દરેક રીતે પ્રેરણા દાયી અને ઉપયોગી છે. “તેઓ જણાવે છે કે મારી સ્થિતિ ઘણી ગંભીર છે. મને એકજ શરતે જીવિતદાન મળે તેમ છે. હું જે ગાય અથવા વાછરડાનું માંસ ખાઉ'. પરંતુ મને શ્રદ્ધા છે કે પ્રાણીનું માંસ ખાવા કરતાં મૃત્યુ હજાર દરજજો સારું. મારા જીવનની અંતિમ આકાંક્ષા છે કે મારા મૃત્યુ બાદ એવા ઉત્સવ ઉજવે કે જેણે જીવજંતુઓનું માંસ ખાવા કતાં મૃત્યુને વધારે સારું મળ્યું હતું.
યુરોપના મહાન લેખક ને સાહિત્યકારના આ શબ્દો તેની પાછળ રહેલી તેમના હૃદયની કરૂણા ભારતવાસીઓને બોધપાઠ આપી જાય છે કે ઓ ભારતમાતાનાં સંતાને ! તમારી આદર્શ સંસ્કૃતિ તમારા પૂર્વજોનાં વારસામાં મળેલી નૈતિક ને આધ્યાત્મિક સંપત્તિને માનવ તરીકે તમારી મહત્તા, બધું યાદ કરીને મોજશોખ કે આસ્વાદ અન્ય કેઈ કારણસર સ્વાર્થ વશ બની જીવહિંસાને કુરભાવ મનમાં સંઘરતા નહિ. તે હિંસાના પાપથી તેમજ હિંસક ભાવનાં મહાપાપથી જીવને બચાવીને જીવનને જીવી જાણજે, જૈન કુળમાં જન્મ લઈને જૈન શાસનને પામેલા ભાગ્યશાળી આત્માને વિચારવા