________________
છે અહં નમઃ
શ્રી ગૌતમ સ્વામિને નમઃ સંપાદકનું નિવેદન :
આ “સધ યાને ધર્મનું સ્વરૂપ” નામનું પુસ્તક હું મારા જ્ઞાનથી લખતું નથી. આ તે મેં વાંચેલું અને સાંભળેલું તે ઉપરથી લખ્યું છે. મારે અભ્યાસ કચ્છ ગામઠી શાળામાં ફક્ત ગુજરાતી ચાર ચેપડીને છે. તેમ હું લેખક પણ નથી છતાં પુસ્તક લખવાની ઈચ્છા થઈ તેને રોકી શકતું નથી. એટલે આ પુસ્તક લખ્યું છે. તેમાં શાસ્ત્ર વિરુદ્ધ કાંઈ પણ લખાય નહિ તેની ખૂબ જ કાળજી રાખી છે. છતાં પણ શાસ્ત્ર વિરુદ્ધ જે કાંઈ લખાયું હેય. તે બદલ મિચ્છામિ દુક્કડમ.
આ પુસ્તક વાંચતાં ધર્મપ્રેમીને જે કાંઈ સંદેહ થાય તે ધર્મગુરૂને પૂછી લેવા વિનંતિ કરું છું અને તેમાં જે ભૂલ જણાય તે બાબત મને ધ્યાન કરાવનાર ભાગ્યશાળીને હું ઉપકાર માનીશ હું લેખક નથી એટલે કદાચ આગળ-પાછળ લખાણું હશે અને વિષયાંતર થયું હશે તે પણ તે સદુબેધન (ધર્મના) ઉશનું હશે. જેમાં પ્રવચન ચાલતું હેય. તેમાં આડીઅવળી વાતે ચાલે તે તેમાં મૂળ ઉદ્દેશ તે ધર્મને સમજાવવાને જ હોય છે.
હું કહું એજ સાચું એમ હું કદી પણ કહેતું નથી.