________________
૨૧૦
સદ્ધ યાને ધર્મનું સ્વરૂપ અને પાછો હટી ગયા. પાછા હટી જઈને એ ભગવાનને જોવા લાગે. તે ભગવાન એ વખતે ય પૂર્વવત્ સ્થિર ઊભા રહેલા જણાયા. આથી ભગવાનને તે રષ ભરી નજરે જોઈ રહ્યો. ઉપરા ઉપરી ત્રણ ત્રણ વાર હંસવા છતાં પણ મરે નહિ તે રેલ તે ઘણે વધે પણ રોષથી જેવા કર્યા સિવાય બીજુ એ કરે પણ શું? કારણ કે હવે એની પાસે બીજું કાંઈ સાધન ન હતું, કે જે સાધનને એ ભગવાનને મારી નાખવાને માટે અજમાવી શકે.
આમ એ કોધભરી નજરે ભગવાનને જોઈ રહ્યો છે. એમાંથી જ એના ક્રોધાવેશના વિનાશની શરૂઆત થઈ ગઈ ઉપરા ઉપરી એને જે નિષ્ફળતા મળી તેણે એની મને દશામાં પલટો આણવા માંડ્યું. અત્યાર સુધી તે એણે ભગવાનને ધારીને જોયેલા નહિ, પરંતુ જ્યારે જાજવલ્યમાન દષ્ટિનું જવલન શાંત થઈ ગયું અને ત્રણ ત્રણ વાર ડંશવા છતાં ય કાંઈ વળ્યું નહિ એટલે એમ તે થઈ જાયને કે-આ એવે તે કેણ છે કે જે મારી નજરથી સળગી તે ગયો નહિ પણ મારા વારંવારના ડંશથી પણ જે મર્યો નહિ! પિતે નિષ્ફળ નીવડે એથી ગુસ્સે તે ઘણોજ વધી ગયા હતે પણ કદી નહિ બનેલું એવું આ બન્યું એટલે એને આ છે કોણ? એમ તે થાય ને ! આ રીતિએ દષ્ટિવિષ સર્પ ભગવાનને જોઈ રહ્યો. સૌમ્યમૂતિ સમા ભગવાનનું અવકન કરત-કરતે એ દષ્ટિવિષ સર્પને દુષ્ટ એ જે દૃષ્ટિવિષને વિકાર હતું તે ઉપશાન્ત થઈ જવા પામે.