________________
૧૮૬
સબોધ યાને ધર્મનું સ્વરૂપ થયેલા ભયને મુખ ઉપર આકાર મલે એમાં સાર નથી. બનવાનું બની ગયું છે. અને હવે તે જેવા પડશે. તેવા. દેવાશે. આમ ભયભીત બનવા છતાં પણ ચન્દ્રલેખાએ નિર્ભયના જેવો આકાર ધારણ કરી લીધું અને ગંભદ્રને સાથે લઈને તે વિદ્યાસિદ્ધ સમીપે પહોંચી ગઈ. વિદ્યાસિદ્ધ પણ પોતાના કોપના વિકારને ગેપવી લીધો. અને તેણીને બેલાવતાં કહ્યું કે ભદ્ર ! બેસ. વિદ્યાસિદ્ધ આ રીતિએ બેસવાનું કહેતાંની સાથે જ કાંઈ પણ બોલ્યા વિના ચન્દ્રલેખા આસન ઉપર બેસી ગઈ. પછી કપટભાવથી ઊંચે જઈને ગોભદ્રને ઉદ્દેશી વિદ્યાસિદ્ધ કહ્યું કે અહો પૂર્વપરિચિત એ ગોભદ્ર અહીં શાથી દેખાય છે? ભદ્ર! તું અહીં આવ ! મારી જેમ તું પણ શું ચન્દ્રલેખાના છળમાં આવી ગયો છે? કે જેથી મેં તને વારાણસીમાં મૂકેલે હતું. તે છતાં પણ તું અહીં દેખાય છે. વિદ્યાસિદ્ધના મુખમાંથી આ વચને નીકળતાની સાથે ભદ્ર સમજી ગયા કે આ ભાઈબંધ હજી તે ભારે રોષમાં જ તણાઈ રહ્યા છે. બન્ને ને કહેવા યોગ્ય કહેવાને માટે ભદ્ર પહેલાં તે હાથ જોડ્યાં. અંજલિ કરીને કહેવાની શરૂઆત કરતાં કહે છે. ભગિની. ચન્દ્રલેખા અને ગુણાગુણથી સમૃદ્ધ વિદ્યાસિદ્ધ આપ બન્નેમાં એવું કુશળપણું છે કે જેથી મારે આપને કાંઈ પણ કહેવા યોગ્ય છે જ નહિ. તેમ છતાં પણ આપની સાથે મારે અસદશ એવા પ્રેમના પ્રબંધ રૂપ સંબંધ બંધાય છે. એ સંબંધને લઈને હું આપને કાંઈક કહું છું. આપ બન્ને વચ્ચે પરસ્પર કેઈપણ કારણે થોડે ઘણે પણ જે રેષ પ્રગટ છે તે પરમ વૈરિની જેમ દુઃખ દેનારો છે માટે