________________
મને પુસ્તક વાંચવાથી જે આનંદ મળે છે તે આનંદ આ જગતમાં બીજા કેઈ પણ કામથી નથી મળતું. માતૃભાષામાં વિવિધ જ્ઞાન આપનારા ગ્રંથને પ્રચાર થયા વિના કોઈ પણ પ્રજા ઉન્નતિ પામી શકતી નથી. અને જાતીય ભાવના (સ્વદેશ પ્રીતિ) પણ મેળવી શકતી નથી. બધી જાતની ઉન્નતિનું મૂળ જ્ઞાનની ઉન્નતિ છે. પશુ આદિના જેવી ઇંદ્રિય તૃપ્તિ સિવાયનું બીજું કોઈપણ એવું સુખ તમે નહિ બતાવી શકે કે જેનું મૂળ જ્ઞાનની ઉન્નતિમાં રહેલું ન હોય. સાહિત્ય ઉદ્યાનના ચતુર માળી થવાનું સુભાગ્ય જેને પ્રાપ્ત થયું હોય અથવા જેનું મન સદૈવ સાહિત્ય સરોવરનાં કમળની મધુર સુગંધની મસ્ત બનવા લાગ્યું હેય તેને તે સાહિત્ય સિવાયનાં સ્વર્ગીય સુખે પણ તુચ્છ લાગે છે.”
–“બંકિમચંદ્ર" - ગરીબને દરિદ્રતામાંથી છોડાવવાની, દુઃખીઓના દુઃખ દૂર કરવાની, શરીર તથા મનને થાક ઉતારવાની અને માંદાઓનું દર્દ ભૂલાવી દેવાની ગ્રંથમાં જેટલી શક્તિ છે, તેટલી શક્તિ ઘણું કરીને બીજી કોઈ ચીજમાં નથી.
-“મારડન” 1 ઉત્તમ ગ્રંથ તેનું સેવન કરનારાઓમાં ધર્મ, નીતિ, ચાતુર્ય, પ્રતિભા, શૌર્ય, વૈર્ય તથા પરોપકાર વૃત્તિને વિસ્તારે છે. અને જેમ જેમ એ દૈવી ગુણેની સત્તા જામતી ચાલે છે તેમ તેમ દુનિયાને પીડારૂપ આસુરી ભાવની જડ નાશ પામતી જાય છે.