________________
ખંડ : ૧ લો વમળમાં ગુંચવાડી મૂકે છે. કર્મરૂપી મદારીએ કર્મ દોરથી બંધાયેલા જીવરૂપ વાંદરાને (માંકડાને) કેઈ જાતના નાચનચાવ્યા છે, અને તે નચાવી રહ્યો છે. કર્મની અંધારી કોરડીમાં પૂરાયેલે જીવ સ્વ-સ્વરૂપને દેખી કે ઓળખી શકતા નથી. અને ગોથાં ખાધા કરે છે. તવંગરને પળમાં ગરીબાઈની ભવાઈ ભજવવી પડે છે. આજને રાંકડો–ગરીબ કેઈ સુભગ પળ મળતાં શ્રીમંતાઈની સાહ્યબીને માલિક બની જાય છે. આજે હજારો ઉપર હકુમત ચલાવનારે, અને લાખ ઉપર સત્તાને દર વીંકનારે આવતી કાલે લાખોના હકમોને ઉભા પગે ઉઠાવનાર બની જાય છે, કેઈના એક સરખા રંગે રહેતા નથી. કોઈની એક સરખી સાહ્યબી સ્થિર નથી, અને કોઈની એક સરખી સ્થિતિ જોવાતી નથી. ચડતી અને પડતી, ઉદય અને અસ્ત, ખીલવું અને કરમાવવું, આ તે કુદરત નિયમન કાયદો ધારાસભાની જાહેરાત સિવાયનો ઘડાયેલું છે. આ કાયદાનું પાલન સૌને આનાકાની સિવાય ઇચ્છાથી કે અનિચ્છાથી કરવું જ પડે છે. આની સામે અહિંસક લડાઈ કે સત્યાગ્રહની કૂચ કંઈ જ ન નભે ! ધનબલ અહીં નકામું પડે છે. સ્વજનબલ અહીં પાંગળું છે, અને શરીરબલ અહીં કંઈ જ વિસાતમાં નથી, આ તે કર્મની લીલા છે.
જીવ જ્યારે આનંદમાં હોય છે, અને સર્વ જાતની અનુકૂળતાઓ ભગવતે હોય છે. ત્યારે પોતે શું કરી રહ્યો છે કે આ કરવાથી પરિણામે મને શું આવશે? તેને વિચાર સરખે ય કરતું નથી. મદિરાપાન કરનારે ઘેલે બનીને