________________
પ૭
ખંડ : ૧ લો બંધાયા અમે છુટી ન શકીએ, કાચા સુતર તારે, મનની વાત કહેવા આજે, તારે દ્વારે આવ્યું. પુણ્ય પાપના કરી સરવાળા, તુજને આજ જણાવવા મને નથી પરવા માન-અપમાનની. ય બેલે ભગવાનની, જય બેલે ભગવાનની.
આ સ્તુતિ ભગવાનની સામે સાચા દિલથી શુદ્ધ હૃદયથી કરવાથી આત્મા નિર્મળ થઈ શકે છે.
ચૌદ રાજલકમાં એવી કઈ જાતિ નથી, એવી કે નિ નથી, એવું કોઈ સ્થાન નથી અને એવું કે કુળ થી, કે જ્યાં સર્વ જીવે અનંતી વાર જન્મ્યા ન હોય, તેમજ મૃત્યુ પામ્યાં ન હોય.
દુનીયાના તમામ પુણ્ય-પાપને આધીન છે. પુણ્ય એ સુખનું કારણ અને પાપ એ દુઃખનું કારણ છે. પુણ્ય ધર્મથી થાય છે. ધર્મને ચાર પ્રકાર છે. દાન, શીલ, તપ અને ભાવ. દાન, શીલ અને તપ આ ત્રણે ભાવ સહિત જોઈએ. ચાર પ્રકારમાં ભાવ વિનાના આ ત્રણે નકામા છે. ચાર પ્રકારમાં ભાવ મુખ્ય છે. ભાવ એટલે મનને પવિત્ર પરિણામ! શાલિભદ્ર ભવાડના ભવમાં જે ભાવથી દાન આપ્યું હતું તેવા ભાવ જોઈએ. જે સાધુમહારાજને શાલિભદ્ર ભરવાડના ભાવમાં વહોરાવ્યું હતું તેજ સાધુ મહારાજને અન્ય શ્રાવકેએ પણ વહોરાવ્યું તે હશે જ ને? પણ જોઈએ તેવા ભાવ ઉત્પન્ન થયા નહિ હોય.