________________
ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨
पृथ्वी स्फोटनसंचिननमलनखलनादिदुःस्थिता नित्यं नीरमपि पानतापनघोलनशोषादिकृतदुःखम् ।।१८०।। अग्निः संधुक्षणचूर्णनजलादिशस्त्रैः दुःखितशरीरः वायुः व्यंजनपिट्टनोष्णानिलशस्त्रकृतदौःस्थ्यः ।।१८१।। छेदनशोषणभंजनक्रन्दनदृढदलनचरणमर्दनः
उत्कर्त्तनोन्मूलनदहनैश्च दुःखितास्तरवः ।।१८२।। ગાથાર્થ પૃથ્વીકાયના જીવો હંમેશા સ્ફોટન-સંગ્રહ-મર્દન-ખનન આદિ ક્રિયાથી દુ:ખી છે પાણીના જીવો પણ પાન-તાપન-ઘોલન-શોષન આદિ ક્રિયાઓથી દુઃખી થાય છે. (૧૦)
અગ્નિકાયના જીવો પણ આમતેમ ફેરવવા, ચૂરણ કરવા તથા પાણી આદિ શસ્ત્રોથી બુઝવવા વગેરે ક્રિયાઓથી પીડિત શરીરવાળા થાય છે. (અર્થાત્ દુ:ખ અનુભવે છે.) અને વાયુકાયના જીવો વીંઝણ, પીટન, ગરમ વાયુની સાથે મિશ્રણથી શસ્ત્ર રૂપે બનેલ દુ:ખને અનુભવે છે. (૧૮૧)
વનસ્પતિકાયના જીવો છેદન-શોષણ-ભંજન-કંદન-દઢ દળન-પગના મર્દન આદિ ક્રિયાઓથી તથા કાપવું-ઉખેડવું-બાળવું આદિ ક્રિયાઓથી દુઃખી થાય છે. (૧૮૨)
तदेवमेते पृथिव्यादयः स्फोटनादिदुस्थिता निश्चयतः सदैव दुःखिता एव, व्यवहारतस्तु चिन्तामण्यादीन् पूज्यमानान् दृष्ट्वा वृक्षादिकं वा किंचिद् यत्नतो रक्ष्यमाणमभ्यय॑मानं वा समवलोक्य कश्चिदतत्त्ववेदी सुखितानप्येतान् मन्येतेति 'परमत्थओ य तेसि' मित्युक्तं, अक्षरार्थस्तु सुगम एव । अथ निगोदाः कीदृशाः भवन्तीत्याह -
ટીકાર્થ : એ પ્રમાણે આ પૃથ્વીકાય વગેરે જીવો ફોડવા આદિ ક્રિયાઓથી દુ:ખી થેયેલા નિશ્ચર્યથી હંમેશા દુ:ખી જ છે પણ વ્યવહારથી ચિંતામણિ વગેરેને પૂજાતા જોઈને અથવા વૃક્ષોને કંઈક પ્રયત્નથી રક્ષણ કરાતા અને પૂજાતા જોઈને કોઈક અતત્ત્વવેદી આને પણ સુખી માને એટલે પરમાર્થથી તેઓને દુ:ખ જ છે' એમ કહ્યું છે. અર્થાત્ દુઃખ શબ્દની આગળ નિશ્ચય વિશેષણ મૂકેલું છે. બાકી સુગમ જ છે. હવે નિગોદો કેવા પ્રકારના હોય છે તેને કહે છે
गोला होंति असंखा होंति निगोया असंखया गोले । एकेको य निगोदो अणंतजीवो मुणेयव्यो ।।१८३।। गोलका भवन्त्यसंख्येया भवन्ति निगोदा असंख्यका गोले
एकैकश्च निगोदोऽनन्तजीवो ज्ञातव्यः ।।१८३।। ગાથાર્થ : લોકમા નિગોદના ગોળા અસંખ્યાત છે. દરેક ગોળામાં અસંખ્યાત નિગોદો છે અને એકેક નિગોદમાં અનંત-અનંત જીવો છે. (૧૮૩)
असंख्येयानां साधारणजीवशरीराणां समानावगाहनावगाढानां समुदायो गोलक इत्युच्यते, अत एवाऽऽह - 'होति निगोयेत्यादि, अनन्तानां जीवानां साधारणमेकं शरीरं निगोद इत्यभिधीयते, ते चैवंभूता निगोदा एकैकस्मिन् ૨. તિ - સર્વાસુ !